Homeગામનાં ચોરેકોરોનાનો કહેરઃ આ દિગ્ગજ ખેલાડીનો પરિવાર કોરોનાની ઝપેટમાં

કોરોનાનો કહેરઃ આ દિગ્ગજ ખેલાડીનો પરિવાર કોરોનાની ઝપેટમાં

Team Chabuk-national Desk:  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના માતા-પિતા કોરોનાગ્રસ્ત થયા છે. બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાંચીના પલ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ બંનેની હાલત સ્થિર છે. ધોની હાલ આઈપીએલમાં રમી રહ્યો છે.

કોરોના વયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. દેશના તમામ મોટા શહેરો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, પહેલી લહેર કરતાં કોરોનાની આ બીજી લહેર વધુ ઘાતક છે.

બુધવારે મહેન્દ્ર સિંહ ધોનીના પિતા પાન સિંહ અને ધોનીના માતા દેવિકા દેવીની તબીયત લથડી હતી. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરતાં બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. હોસ્પિટલ સંચાલકોએ માહિતી આપી હતી કે હાલ ધોનીના માતા-પિતાની તબીયત સ્થિર છે. બંનેનું ઓક્સિજન લેવલ પણ સારું છે. હજુ સંક્રમણ ફેફસા સુધી નથી પહોંચ્યું તે પણ સારી વાત છે. ડોક્ટર્સે કહ્યું કે, થોડા દિવસમાં જ બંનેની તબીયત વધુ સુધારા પર આવશે અને રિપોર્ટ પણ નેગેટિવ આવશે તેવી આશા છે.

દેશમાં હાલ તેજીથી કોરોના વાયરસ વધી રહ્યો છે. બુધવારે દેશમાં એક દિવસમાં 2 લાખ 95 હજાર નજીક પોઝિટિવ કેસ  નોંધાયા હતા અને 2023 દર્દીઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા. એક દિવસમાં કોરોના વાયરસના આટલા કેસ અને મોત એ કોરોનાના કેસનો નવો રેકોર્ડ છે. આ પહેલાં એક દિવસમાં આટલા કેસ નથી નોંધાયા. વધુ કેસ નોંધાતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

દેશમાં સૌથી વધુ સ્થિતિ મુંબઈમાં ખરાબ છે. મુંબઈમાં એક દિવસમાં 62 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ  ઉપરાંત દિલ્લીમાં 28 હજાર 395,  ઉત્તરપ્રદેશમાં 29 હજાર 754, ગુજરાતમાં 12 હજાર 206 કેસ નોંધાયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments