Homeગુર્જર નગરીસુરત: વરાછાના ઝોન-એની ફોટો પડાવવાની ઘેલછા પાલિકાને પાંચ લાખમાં પડી છે

સુરત: વરાછાના ઝોન-એની ફોટો પડાવવાની ઘેલછા પાલિકાને પાંચ લાખમાં પડી છે

Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયા અને મોબાઈલમાં જ અજોડ કેમેરા આવી ગયા પછી ફોટોનું મહાત્મ્ય વધતું જઈ રહ્યું છે. ફોટો પાડવો અને અપલોડ કરવો. નેતાજી માટે તો આ ફરજિયાત છે. એમણે તો કામ કર્યું એ દેખાડવાનું હોય છે. એ દેખાડવા એક શ્રેષ્ઠ છબીકારની આવશ્યકતા હોય છે. નહીં? હવે સુરતના વરાછાના ઝોન-એની ફોટો પડાવવાની ઘેલછા પાલિકાને પાંચ લાખમાં પડી છે. આ ફોટાઓ સેવાસેતુ, ગરીબ કલ્યાણ મેળા અને વિવિધ ઉદ્ધાટન પ્રસંગે પાડવામાં આવ્યા હતા.

આ અઠવાડિયે મળેલી જાહેર બાંધકામ સમિતિમાં આ બિલને ચૂકવવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે આ માત્ર એક ઝોનની ફોટોગ્રાફી છે. જો બધાની ભેગી કરીએ તો આંકડો ક્યાં પહોંચે? આવા નવ ઝોન છે.

આ મહિનાની 18મી તારીખે જાહેર બાંધકામ સમિતિએ કાન નંબર-38ની દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. એજન્ડા પર અધુરી માહિતી સાથેની આ દરખાસ્ત વરાછા ઝોન-એના શહેરી વિકાસ વિભાગે કરેલા 5 લાખ રૂપિયાના બિલની જાણ લેવાની હતી. જોકે આ 5 લાખ રૂપિયા ક્યાં ખર્ચ કરાયા તેના બિલ અને હિસાબ અંગે કોઇ ઉલ્લેખ એજન્ડા પર કરાયો ન હતો. આ 5 લાખ રૂપિયા કોઇ વિકાસ પ્રોજેક્ટ નિર્માણમાં નહીં પણ સેવાસેતુ, ગરીબ કલ્યાણ મેળા અને ઉદ્ધાટન ખાતમુહુર્ત કાર્યક્રમોમાં ઉપસ્થિત નેતાઓના પાડેલા ફોટોના બિલ પેટેની ચુકવણીના નિકળ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments