Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં વધુ એક સાઈબર ક્રાઈમનો ગુનો નોંધાયો છે. કોરોનાના સમયમાં રોજગારી ઈચ્છતા લોકોને ઝપેટમાં લેવાનો જાણે ધંધો બની ગયો હોય તેમ એક યુવતીને અજાણી મહિલાનો ફોન આવે છે. જે તેને ડેટા ઓપરેટરની ઘરેબેઠા નોકરી મળી જશે તેમ કહે છે. ઘરે બેસીને કામ કરવાનું અને સાથે લેપટોપ પણ મળશે. યુવતી આ લાલચમાં ફસાઈ ગઈ હતી. જે પછી ફલાણા-ઢીંકણા ચાર્જના નામે આ મહિલાએ કુલ 1.20 લાખની ઓનલાઈન છેતરપિંડી કરી હોવાનો ગુનો જૂનાગઢ સાઈબર ક્રાઈમમાં નોંધાયો છે.
તારીખ 3-5-2021ના રોજ 27 વર્ષીય પાયલ બહેનને બપોરના એક વાગ્યે કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાની ઓળખ રિયા શર્મા તરીકે આપી હતી અને હિન્દીમાં વાતચીત કરી હતી. વોડાફોન-આઈડિયામાં નોકરી કરતી હોઉં તમને ડેટા એન્ટ્રીની માસિક 15 હજારની નોકરી મળશે તેવી ચીકણી ચીકણી વાતો કરી પાયલબહેનને બાટલીમાં ઉતારવા લાગી હતી.
ફોન કરનારી રિયાએ પાયલ બહેન પાસે એક હજાર રૂપિયા માગ્યા હતા અને ફોર્મ આપ્યું હતું. પાયલબહેને એક હજાર ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા અને થોડા દિવસ બાદ અજાણ્યા લોકોએ પાયલ બહેનનું ઈન્ટરવ્યૂ લીધું અને તમે પાસ થઈ ગયા છો, લેપટોપ મળશે અને ઘરેથી કામ કરી શકશો તેવી વાત ઉચ્ચારી હતી.
થોડા દિવસ બાદ ધીમે ધીમે અસલી ખેલ શરૂ થયો હતો. ઈન્સ્યોરન્સના પાંચ હજાર ભરવા પડશે. જે પૈસા પણ પાયલબહેને ટ્રાન્સફર કર્યા હતા. તોપણ નોકરી આપવાની લાલચ આપી આ શખ્સોએ પાયલ બહેન પાસેથી એક બાદ એક ચાર્જ વસૂલ કર્યો હતો. આ રીતે કુલ 1.20 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હોય પારુલબહેને જિલ્લાની સાયબર પોલીસને ઘટના વિગતે જણાવી કેસ ફાઈલ કરાવ્યો છે. પોલીસ પણ ઓનલાઈન ખિસ્સા ખાલી કરનારા આરોપીઓનું પગેરું શોધવાની દિશામાં લાગી ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત