Homeગુર્જર નગરીવલસાડ: મોપેડ ઊભું રાખી પરિણીતાને કહ્યું, ‘તું મને બહુ ગમે છે.’ અને...

વલસાડ: મોપેડ ઊભું રાખી પરિણીતાને કહ્યું, ‘તું મને બહુ ગમે છે.’ અને…

Team Chabuk-Gujarat Desk: વલસાડમાં એક બાદ એક છેડતીના બનાવો વધી રહ્યા છે. જેમાં ગઈકાલે કિશોરી સાથે ઘટેલી ઘટનાના શાહીના ડાઘ હજુ સુકાયા નહોતા ત્યાં તો ગણતરીના કલાકોમાં જ વધુ એક નપાવટે પરિણીત મહિલાને તું મને બહુ ગમે છે તારી સાથે વાત કરવી છે… કહી રોકી હતી. આ યુવકની વિરૂદ્ધ હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ઘટના કંઈક એવી છે કે વલસાડમાં પરણિતા પોતાની બીમાર પુત્રીને લઈ દવાખાને જઈ રહી હતી ત્યારે રસ્તાની વચ્ચે અસ્પાક અલી હસન મોપેડ લઈ આવી પહોંચ્યો હતો. તેણે મોપેડ ઊભું રાખ્યું હતું અને પરિણીતાને કહ્યું હતું કે, તારી સાથે વાત કરવી છે, પણ પરિણિતાએ આનો કોઈ જવાબ આપ્યો નહોતો.

જોકે આ યુવાન ત્યાંથી મુકુન્દ બ્રિજ પાસે ઊભો રહી ગયો હતો. અહીં પણ તેણે મહિલાની કનડગત કરી હતી અને કહ્યું હતું કે, તું મને બહુ ગમે છે, તારી સાથે વાત કરવી છે. પરિણીતાએ તેને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું નહીંતર બુમો પાડી માણસો ભેગા કરીશ તેવી ચીમકી ઉચ્ચારતા, અસ્પાક અલી હસને ત્યાંથી ભાગતી પકડી હતી.

ફરિયાદમાં લખવામાં આવ્યું તે મુજબ, તારીખ 27 જુલાઈના રોજ જ્યારે પરિણીતા બહાર કોઈ કામે ગઈ હતી ત્યારે અસ્પાક સીધો ઘરે આવી ચડ્યો હતો. ઘરમાં કોઈ ન હોય તેણે મહિલાની સાસુને પૂછ્યું હતું કે, ભાભી ક્યાં છે? મારે તેમનું કામ છે. આ વાત પતિને કહેતા આખરે અસ્પાકની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments