Homeગુર્જર નગરીજૂનાગઢઃ રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે કાયદાકીય પગલાં ભરવા માંગ

જૂનાગઢઃ રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે કાયદાકીય પગલાં ભરવા માંગ

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં દેશના કરોડો લોકોએ જોડાઈને ઘરે ઘરે તિરંગો લહેરાવ્યો હતો. ઘણા લોકોએ પોતાના કામના સ્થળે અને વાહનો પર પણ દેશની શાન એવા તિરંગાને લહેરાવ્યો હતો. પરંતુ ઘણા લોકોએ હજુ સુધી ઘર પરથી અથવા ઈમારતો પરથી તિરંગો ઉતાર્યો નથી. જે અંગે જૂનાગઢના વંથલીના એક જાગૃત નાગરિકે પોલીસને લેખિત રજૂઆત કરી છે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાંઠીલા ગામના વતની અને જાગૃત નાગરિક પ્રવીણભાઈ ચૌહાણે વંથલી પીએસઆઈને લેખિત રજૂઆત કરીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારા લોકો સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરી છે. પ્રવીણભાઈ ચૌહાણે જણાવ્યું છે કે, વંથલી તાલુકામાં આવેલી અનેક ઓફિસો, મકાનો પર, રિક્ષાઓમાં અડધો ફાટેલો અથવા અડધો નીચે નમેલો તિરંગો ધ્યાને પડી રહ્યો છે. આ રીતે તિરંગો ફરકાવનાર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે. તિરંગોએ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. તેના પ્રત્યે લાગણીઓ છે ત્યારે તિરંગાનું અપમાન કરનારા લોકો સામે તાત્કાલિક કાયદાકીય પગલાં ભરવામાં આવે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments