Homeસિનેમાવાદ67મા ફિલ્મફેર એવોર્ડની જાહેરાત, શેરશાહ બેસ્ટ ફિલ્મ, આ ફિલ્મે જીત્યા 7 એવોર્ડ

67મા ફિલ્મફેર એવોર્ડની જાહેરાત, શેરશાહ બેસ્ટ ફિલ્મ, આ ફિલ્મે જીત્યા 7 એવોર્ડ

Team Chabuk-Entertainment Desk: 67મા ફિલ્મફેર એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં બેસ્ટ એક્ટર તરીકે રણવીર સિંહે બાજી મારી છે. રણવીર સિંહને ફિલ્મ ’83’ માટે બેસ્ટ એક્ટર તથા ક્રિતિ સેનનને ‘મિમી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો છે. આ વર્ષે સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણીની ફિલ્મ ‘શેરશાહ’ને બેસ્ટ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. બેસ્ટ લિરિસ્ટનો અવોર્ડ કૌસર મુનીરને આપવામાં આવ્યો છે. ફિલ્મફેરમાં પહેલી જ વાર મહિલાને આ અવોર્ડ મળ્યો છે.

એવોર્ડની યાદી

બેસ્ટ એક્ટર ઈન એ લિડિંગ રોલ (મેલ) રણવીર સિંહ (83)
બેસ્ટ એક્ટર ઈન એ લિડિંગ રોલ (ફિમેલ)કૃતિ સેનન (મિમી)
બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) વિક્કી કૌશલ (સરદાર ઉધમ)
બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)વિદ્યા બાલન (શેરની)
બેસ્ટ ડિરેક્ટર વિષ્ણુ વર્ધન (શેરશાહ)
બેસ્ટ ફિલ્મશેરશાહ
બેસ્ટ પોપ્યુલર ફિલ્મશેરશાહ
બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ)સરદાર ઉધમ
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેલ)પંકજ ત્રિપાઠી (મિમી)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (ફિમેલ)સાઈ તમહાન્કર (મિમી)
બેસ્ટ ડાઈલોગ્સદિબાકર બેનર્જી અને વરુણ ગ્રોવર (સંદીપ અને પિંકી ફરાર)
બેસ્ટ સ્ક્રિનપ્લેશુભેન્દુ ભટ્ટાચાર્ય અને રિતેશ શાહ (સરદાર ઉધમ)
બેસ્ટ વીએફએક્સસરદાર ઉધમ
બેસ્ટ કોસ્ચ્યુમ સરદાર ઉધમ
બેકગ્રાઉન્ડ સ્કોરસરદાર ઉધમ
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનસરદાર ઉધમ
બેસ્ટ સોંગલહરા દો (83)
બેસ્ટ પ્લેબેક સિંગરબી પ્રાક (ફિલ્મ શેરશાહ)
બેસ્ટ સ્ટોરીચંડીગઢ કરે આશિકી
બેસ્ટ ડેબ્યુ એક્ટર (મેલ)અરહાન ભટ (99 સોંગ્સ)
બેસ્ટ ડેબ્યુ ફીમેલશરવરી વાઘ (બંટી ઔર બબલી 2)
બેસ્ટ ડેબ્યૂ ડાઈરેક્ટર સીમા પહવા (રામ પ્રસાદ કી તેરહવી)

90 ના દાયકાના જાણીતા ડાઈરેક્ટર સુભાષ ઘાઈને લાઈફટાઈમ અચીવમેન્ટ્સ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સુભાષ ઘાઈએ કર્જ, કર્મા, પરદેશ, સૌદાગર, ખલનાયક જેવી અદભુત ફિલ્મો આપી છે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments