Homeગુર્જર નગરીજૂનાગઢઃ દારૂ સમજીને ઝેરી પીણું પી લેતાં બે રીક્ષા ચાલકના મોત

જૂનાગઢઃ દારૂ સમજીને ઝેરી પીણું પી લેતાં બે રીક્ષા ચાલકના મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ લઠ્ઠાકાંડ જેવો મામલો સામે આવ્યો છે. જૂનાગઢમાં દારૂ સમજીને ઝેરી પીણું પી લેતાં બે લોકોના મોત નિપજ્યા છે. બન્ને મૃતકો રીક્ષા ચાલક હોવાનું જાણવા મળી રહ્યું છે. બન્નેએ દારૂ સમજીને એક ઝેરી પીણું પી લીધું હતું. જેથી તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેના મોત નિપજ્યા છે.

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના બે રીક્ષા ચાલક રફીક બાદલ અને જ્હોન રીક્ષાવાળાએ દારૂ પીવાના બદલે કોઈ ઝેરી દ્રવ્ય પી લીધું હતું. આ ઝેરી પીણું પીતાં જ તેઓની તબિયત લથડી હતી જેથી બન્નેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં સારવાર દરમિયાન બન્ને વ્યક્તિના મોત થયા છે.


આ ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ સાથે જ, જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સમગ્ર મામલાની તપાસ માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. બન્ને મૃતકોને FSL પી.એમ. અર્થે જામનગર ખસેડાઈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ચૂંટણી પહેલાં આ પ્રકારની ઘટના બનતાં મામલો રાજકીય રંગ પકડી શકે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments