Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે થોડા જ દિવસો બાકી છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન આગામી 5 ડિસેમ્બરે થવાનું છે અને તેના પરીણામોની જાહેરાત 8 ડિસેમ્બરે થવાની છે. સૌથી મહત્વનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે. ભાજપ ફરી સત્તામાં આવશે ? કૉંગ્રેસનો 27 વર્ષનો વનવાસ ખતમ થશે કે પછી આમ આદમી પાર્ટી બાજી મારી જશે. બધા લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે ગુજરાતમાં કઈ પાર્ટી સરકાર બનાવશે. ત્યારે એબીપી ન્યૂઝ ચેનલ દ્વારા C-વોટર સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમા જણાવાયું છે કે ગુજરાતમાં કોની સરકાર બની રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોને કેટલી બેઠકો મળશે
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 54 બેઠકો આવેલી છે. ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 54માંથી 38થી 42 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 4થી 8 અને આમ આદમી પાર્ટીને 7થી 9 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો 41.9 ટકા બીજેપીને, 23.50 ટકા કોંગ્રેસને, 27.80 ટકા આમ આદમી પાર્ટીને અને 6.7 ટકા અન્યને મળી શકે છે.
BJP-38-42
Congress-4-8
AAP-7-9
OTH-0-1
દક્ષિણ ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે
દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠકો આવેલી છે. ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 35માંથી 27થી 31 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 2થી 6 અને આમ આદમી પાર્ટીને 1થી 3 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો બીજેપીને 49.30 ટકા,કોંગ્રેસને 26.20 ટકા, આમ આદમી પાર્ટીને 18.80 ટકા અને અન્યને 5.60 ટકા મત મળી શકે છે.
BJP-27-31
Congress-2-6
AAP-1-3
OTH-0-1
મધ્ય ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે
મધ્ય ગુજરાતમાં કુલ 61 બેઠકો આવેલી છે. ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 61માંથી 45થી 49 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 10થી 14 અને આમ આદમી પાર્ટીને 0થી 2 અને અન્યને 0થી 2 બેઠક મળી શકે છે.
BJP-45-49
Congress-10-14
AAP-0-2
OTH-0-2
ઉત્તર ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે
ઉત્તર ગુજરાતમાં કુલ 32 બેઠકો છે. ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 32માંથી 20થી 24 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 8થી 12 અને આમ આદમી પાર્ટીને 0થી 1 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો બીજેપીને 43.90 ટકા,કોંગ્રેસને 31.10 ટકા, આમ આદમી પાર્ટીને 19.60 ટકા અને અન્યને 5.30 ટકા મત મળી શકે છે.
BJP-20-24
Congress-8-12
AAP-0-1
OTH-0-1
ભાજપની સરકાર બનવાના સંકેત
આ સર્વેમાં સામે આવ્યું છે કે વિક્રમી બેઠકની જીત સાથે ભાજપની સરકાર બનવાના સંકેત છે. 182માંથી ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 28-36 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 7-15 બેઠકો મળવાની શક્યતા છે.
BJP – 134-142
Congress- 28-36
AAP – 7-15
OTH- 0-2
વોટ શેર કઈ પાર્ટીને કેટલા ટકા મળશે ?
BJP- 43.90
Congress- 31.10
AAP- 19.60
OTH- 5.30
( અહેવાલ ABP ન્યૂઝના સીવોટર ઓપીનીયન પોલને આધારિત છે )