Homeગુર્જર નગરીજૂનાગઢ: 14 અને 15 વર્ષના બે કિશોર 13 વર્ષના તરુણ પર સૃષ્ટી...

જૂનાગઢ: 14 અને 15 વર્ષના બે કિશોર 13 વર્ષના તરુણ પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતા હતા, આ રીતે ફૂટ્યો ભાંડો

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં બે કિશોરોએ આચરેલા અપરાધના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર હચમચી ગયું છે. માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. અહીં 14 અને 15 વર્ષના કિશોરે 13 વર્ષના અને તેમના જ વિસ્તારમાં રહેતા કિશોરને રમવા લઈ જઈ સતત છ મહિના સુધી સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. એટલું જ નહીં આ કિશોરોની હિંમત તો જુઓ… તેમણે પીડિત કિશોરને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા પણ ઉઘરાવ્યા હતા. અંતે પીડિત કિશોરના પિતાએ અન્ય બે કિશોરોની વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પણ જ્યારે કિશોરની વયની બાદબાકી કરી નાખવામાં આવે તો એવું જ લાગે કે આ ઘટના કોઈ ઉંમર લાયક વ્યક્તિ સાથે બની હશે. જોકે કિશોરની વય હેરતમાં નાખી દે છે.

જૂનાગઢના એક ચોક્કસ વિસ્તારમાં 13 વર્ષના કિશોરની સાથે બનેલી આ ઘટનામાં મુખ્ય આરોપી તેના જ વિસ્તારમાં રહેતા 14 અને 15 વર્ષના ટાબરિયાં છે. છેલ્લા છ મહિનાથી તેઓ પીડિતની ઉપર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતા હતા. પીડિતને તેઓ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અત્યાર સુધીમાં બે હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ બંને ટેણિયાઓની હિંમત ત્યાં સુધી વધી ગઈ કે પીડિત જો કોઈને કહી દે તો છરી કે ધોકો ફટકારી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારતા હતા.

તરુણની સ્થિતિ આ બાજુ ખાઈ તો આ બાજુ કૂવા જેવી થઈ ગઈ હતી. અંતે પીડિતના પિતાને આ અંગેની માહિતી મળી જતાં તેમણે કિશોરોની વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ કિશોરની આ હરકત જાણી ચોંકી ગઈ હતી. પોલીસે હાલ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments