Homeગુર્જર નગરીઉના: ગીધનો શિકાર કરવા દીપડાએ ત્રાપ મારી અને એંસી ફૂટ ઉંડા કૂવામાં...

ઉના: ગીધનો શિકાર કરવા દીપડાએ ત્રાપ મારી અને એંસી ફૂટ ઉંડા કૂવામાં ખાબક્યો

Team Chabuk-Gujarat Desk: સિંહ અને દીપડાઓની ભૂમિ એટલે જૂનાગઢ અને ગીર સોમનાથ. જ્યાં હંમેશ વન વિભાગ તેમના રક્ષણ માટે સતર્ક રહે છે. પણ કોઈ કોઈ વખત એવો બનાવ બની જાય છે કે સિંહ કે દીપડા શિકાર કરવામાં ને કરવામાં જ કોઈ મોટી સમસ્યામાં ફસાય જાય છે. ગીરગઢડાના ઝાંઝરીયા ગામની સીમમાં પણ આવો જ એક બનાવ નોંધાયો છે.

ગીરગઢના ઝાંઝરીયા ગામની સીમમાં એક દીપડાએ ગીધનો શિકાર કરવા માટે દોટ મૂકી હતી. ગીધ તો ન પકડાયું પણ ગીધની સાથે સાથે દીપડો એંસી ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. અંતે વનવિભાગ દ્વારા ભારે જહેમત બાદ કૂવામાં ખાબકેલા દીપડાને હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો.

ઝાંઝરિયા ગામમાં રામભાઈ સામતભાઈની વાડીમાં બપોરનાં ટાણે દીપડો શિકારની શોધમાં ભટકતો ભટકતો આવી પહોંચ્યો હતો. ગીધ દેખાતા તે પકડવા માટે તેની પાછળ દોડ્યો હતો. ગીધ અને દીપડો બેઉં ઉંડા કૂવામાં ખાબક્યા હતા. રાતના દસ વાગ્યાની આસપાસ કૂવામાંથી અવાજ આવતા માલિકે તપાસ કરી હતી. અંદર ગીધ અને દીપડો જોવા મળતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગ ત્યાં આવી પહોંચ્યું હતું. ગીધ અને દીપડાને સહી સલામત કૂવામાંથી બહાર કાઢ્યા હતા અને જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments