Team Chabuk-National Desk: બિહારના જમુઈમાં પતિ, પત્ની અને વોનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નના બે વર્ષ પછી એક યુવકની પત્નીને સગીર સાથે પ્રેમ થઈ ગયો. પતિને આ વાતની જાણ થઈ તો ગુસ્સો કરવાની જગ્યાએ તેને પત્ની પર વધુ પ્રેમ ઉભરાયો અને પત્નીના સગીર સાથે લગ્ન કરાવી દીધા.
સોનો બ્લોકના બલથર ગામે એક વિકાસ દાસ નામનો યુવક રહે છે. વિકાસ બેંગલુરુમાં કામ કરે છે. તેના લગ્ન બે વર્ષ પહેલાં શિવાની નામની યુવતી સાથે થયા હતા. વિકાસ શિવાની સાથે એક કંપનીમાં કામ કરતો હતો. આ જ કંપનીમાં જમુઈનો એક સગીર પણ કામ કરતો હતો. આ દરમિયાન શિવાનીને સગીર સાથે પ્રેમના ફણગા ફૂટ્યા અને બંને એખ બીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા. વિકાસને અંધારામાં રાખી શિવાની આ સગીરને મળવા પણ જતી.
શિવાનીને વિકાસ કરતાં સગીર પ્રત્યે વધારે લગાવ થઈ ગયો હતો. તે વિકાસ સાથે પહેલાની જેમ ખુશ ન હતી રહેતી એ વાતનો ખ્યાલ વિકાસને પણ આવી ગયો હતો. તેને દાળમાં કંઈક કાળું હોવાનું જણાયું. આ જ દરમિયાન વિકાસને સગીર અને શિવાનીનો એક ફોટો મળ્યો ત્યારબાદ તેને શંકા જતા એ દિશામાં તપાસ કરી. એક દિવસ બંને રંગે હાથે ઝડપાઈ ગયાં. ત્યારે પતિએ શિવાનીને ચોખવટ કરવા જણાવ્યું અને પછી તેણે બધી હકીકત કહી.
જો કે, વિકાસ આ વાતથી ખૂબ નારાઝ થયો અને શિવાની પર ગુસ્સો પણ કર્યો. જોક , શિવાનીએ આત્મહત્યાની ધમકી આપતા વિકાસ પીગળી ગયો અને શિવાની તેમજ સગીરના લગ્ન કરવાનું નક્કી કરી લીધુ. ત્યારબાદ બંનેને સાથે બેસાડીને પૂછપરછ કરી અને લગ્ન કરાવી દીધા. તેણે લગ્નનો વીડિયો પણ બનાવ્યો, જેથી તેને પછીથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. એ જ સમયે શિવાની તેના પ્રેમીને પામ્યા બાદ આનંદથી ઝૂમી ઊઠી હતી. તેણે વીડિયોમાં પોતાની મરજીથી તેની સાથે લગ્ન કર્યાની કબૂલાત પણ કરી છે. હવે બંને સાથે રહે છે. એ જ સમયે પતિ વિદાય લેતી વખતે ભાવુક થઈ ગયો અને કહ્યું કે, “જાઓ, બંને ખુશ રહો”
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ