Team Chabuk-Gujarat-Desk: પ્રેમ શું શું કરાવે છે? તેનો દાખલો જૂનાગઢ શહેરના વંથલી તાલુકામાંથી મળ્યો છે. અહીં 41 વર્ષની મહિલા પોતાના પ્રેમી સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી. બધુ બરાબર ચાલતું હતું પણ અચાનક એક એવી ઘટના બની કે મહિલાને પોલીસ ફરિયાદ નોંધવવી પડી. ફરિયાદ એવી છે કે મહિલાનો આ પ્રેમી તેના કિંમતી દસ્તાવેજો ચોરીને ભાગી છૂટ્યો છે. જેમાં તેનાં જીવનજરૂરી દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ વંથલીની નગરપાલિકાની સામે આવેલી એસબીઆઈ બેંકમાં ફરજ બજાવતા 41 વર્ષીય શબાનાબહેન તેમના પતિ અને બાળકોથી અલગ રહે છે. એમની મુલાકાત ભરૂચના જાકીર હુસૈન સાથે થઈ હતી. બંને છેલ્લા એક વર્ષથી લીવ-ઈન રિલેશનશિપમાં ભાડાનાં મકાનમાં રહેતા હતા.
એક દિવસ શબાનાબહેનનાં પિતાની તબિયત ખરાબ થતાં તેમને જૂનાગઢ જવાનું થયેલું હતું. આ દુખમાં સહભાગી બનવા માટે તેમના પતિ પણ આવ્યા હતા. અચાનક મહિલાનો પ્રેમી જાકીર હુસૈન પણ ત્યાં આવી પહોંચ્યો હતો. પતિ અને શબાના બહેનને એક સાથે જોતા લાલઘુમ થયો હતો અને ઝઘડો કરી ત્યાંથી ચાલ્યો ગયો હતો. તે વંથલી જઈ શબાના બહેનનાં કિંમતી દસ્તાવેજો લઈ ભાગી ગયો.
હાલ શબાનાબહેને લિવ ઈન પાર્ટનરની વિરુદ્ધ દસ્તાવેજો ચોરી થયાની ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશને દાખલ કરાવી છે. અમદાવાદ, જૂનાગઢના મકાનના અસલ દસ્તાવેજ, ડ્રાઈવિંગ લાયસન્સ, એલઆઈસી પોલીસીના કાગળો, નોકરીને લગતા કાગળો, ત્રણ વાહનોની આરસી બુક, મોબાઈલ સહિતની ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલીસે હાલ ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત