Team Chabuk-International Desk: વ્હાઈટ હાઉસ દ્વારા શુક્રવારના રોજ લોસ એન્જિલ્સના મેયર એરિક ગાર્સેટીની રાષ્ટ્રપતિ બાઈડને ભારતમાં રાજદૂત તરીકે નિમણૂક કરી છે. મેયર એરિક ગાર્સેટીએ લોસ એન્જિલ્સમાં ઝડપથી વિકાસ અને વિનાશકારી મહામારીનો સામનો કર્યો હતો અને શહેરને સુરક્ષિત રાખવાની દિશામાં તમામ પગલાંઓ ભર્યા હતા.
ગાર્સેટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘આજે રાષ્ટ્રપતિએ ઘોષણા કરી કે હું ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે કાર્ય કરીશ. હું આ કાર્ય માટે ખૂદને સન્માનિત અનુભવું છું.’ અમેરિકાની સંસદની ઉચ્ચ સદન સેનેટમાંથી મંજૂરી મળ્યા બાદ 50 વર્ષીય ગાર્સેટી હાલના રાજદૂત કેનથ જસ્ટરનું સ્થાન લેશે. જસ્ટરને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમયે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વ્હાઈટ હાઉસના અન્ય રાજદૂતોની સાથે તેમના નામની ઘોષણા કરતાં કહ્યું કે, એરિક એમ ગાર્સેટી 2013માં લોસ એન્જિલ્સ શહેરના મેયર રહ્યા અને તેમની પાસે અનુભવનું ભાથું છે. ગાર્સેટી વર્તમાન સમયે અમેરિકા દેશની બીજી સૌથી વ્યસ્ત ટ્રાન્ઝિસ્ટ એજન્સી લોસ એન્જિલ્સ મેટ્રોના અધ્યક્ષ છે. જે 15 નવી ટ્રાન્ઝિસ્ટ લાઈનોનું નિર્માણ અથવા તો વિસ્તાર કરી રહી છે. સાથે જ ઓલ ઈલેક્ટ્રિકમાં સ્થાનાંતરિત થઈ રહી છે. ગાર્સેટી C40 શહેરોનાં વર્તમાન અધ્યક્ષ છે. જે દુનિયાનાં 97 સૌથી મોટા શહેરનું નેટવર્ક છે અને સાહસિક જળવાયુ કાર્યવાહી કરી રહ્યું છે.
આ પહેલા તેમણે ભારતમાં સંગઠનના જોડાણ અને વિસ્તારની સાથે સાથે સર્વોત્તમ સંસાધનોને લાવવાના માધ્યમથી કોવિડ મહામારી માટે C40ની વૈશ્વિક પ્રતિક્રિયાનું નેતૃત્વ કર્યું છે. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકા નેવી રિઝર્વ કન્પોનેન્ટમાં એક ઈન્ટેલિજન્સ ઓફિસરના રૂપે 12 વર્ષો દરમ્યાન, ગાર્સેટીએ કમાન્ડર, યૂએસ પેસિફિક ફ્લીટ અને ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સી હેઠળ કામગીરી બજાવી છે. 2017માં લેફ્ટિનેન્ટના રૂપે સેવાનિવૃત્ત થયા હતા.
વ્હાઈટ હાઉસે આ સંદર્ભે આગળ જણાવ્યું કે, તેમણે દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વોત્તર આફ્રિકામાં રાષ્ટ્રવાદ, જાતિયતા અને માનવધિકારના ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેઓ અમેરિકાના મહાપોર સંમેલનમાં લેટિનો એલાયન્સ ઓફ મેયર્સના સંસ્થાપક અધ્યક્ષ છે અને સ્પેનિશ ભાષામાં કડકડાટ બોલી પણ લે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત