Homeગુર્જર નગરીવલસાડ: મૃત્યુ પામનાર મમતાનો અંતિમક્ષણનો વીડિયો વાઈરલ, હત્યારાનું લીધું નામ

વલસાડ: મૃત્યુ પામનાર મમતાનો અંતિમક્ષણનો વીડિયો વાઈરલ, હત્યારાનું લીધું નામ

Team Chabuk-Gujarat Desk: વલસાડ જિલ્લામાં એક મહિલા પર તેના જ પતિએ હુમલો કર્યો. મહિલાનું તો મોત થઈ ગયું પણ મહિલાનો અંતિમ ઘડી સમયનો વીડિયો સામે આવી ગયો. આ વીડિયોમાં તેણી હત્યા કરનારા જલ્લાદનું નામ પણ લઈ રહી છે.

મહિલાને જ્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે તેને હત્યારાનું નામ પૂછવામાં આવ્યું હતું. મહિલાએ પોતાની અંતિમક્ષણોમાં પોતાને મારનારા વ્યક્તિનું તૃટક તૃટક અવાજમાં નામ લીધું હતું. મહિલાએ એ પણ જણાવ્યું કે મારનારે છરી વડે હુમલો કર્યો હતો.

આ સમયે અન્ય કોઈએ વીડિયો ઉતારી વાઈરલ કરી દીધો હતો. ઘટનાનો વીડિયો ગુજરાતભરમાં વાઈરલ થયો છે અને આરોપી પર લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. આખરે એવું શું બન્યું હતું કે તેના જ પતિને તેની હત્યા કરી નાખવાની નોબત આવી પડી.  

આ સમગ્ર ઘટના છે ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામની. જ્યાં એક જલ્લાદ પતિએ પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી રહેંસી નાખી હતી. પુનિત મિટાની અને મમતા મિટાની નામના આ દંપતિ, પાંચ વર્ષ પહેલા આ બેઉં રાજીખુશી લગ્નગ્રંથીએ જોડાયા હતા. જોકે લગ્નનાં થોડા સમય બાદ જ ઝઘડાઓ થવા લાગતા પત્ની પોતાને પિતાને ત્યાં ચાલી ગઈ હતી. પતિ સાથે તેને અવાર નવાર વાત થતી હતી અને ત્યાં પણ ઝઘડો થતો હતો.

આ ઝઘડો હવે કોર્ટ સુધી પહોંચ્યો હતો અને ભરણપોષણની વાતે આવી અડ્યો હતો. આ કારણે જ પુનિત તેની પત્ની મમતા અને તેના પરિવારજનોની વિરૂદ્ધ રોષે ભરાયો હતો. ગુસ્સામાં લાલઘુમ થયેલા પુનિતે પિતાને ત્યાં રહેતી પત્ની રસ્તામાંથી નીકળતી હતી ત્યારે સમય અને તકનો લાભ ઉઠાવી તેને તીક્ષ્ણ હથિયાર વડે રહેંસી નાખી હતી.

મમતા કણસતી અને તરફડતી રહી હતી. તેને તાત્કાલિક વાપી ખાતેની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અહીં ગંભીર રીતે ઘાયલ થયેલી મમતાનું તેના પરિવારજનો દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં તેણે હુમલાખોર પતિ પુનિતનું નામ લીધું હતું. સારવાર દરમ્યાન મમતાએ અંતિમ શ્વાસ લીધા હતા. હાલ પોલીસે પતિને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments