Team Chabuk-Gujarat Desk: દેશમાં કોઈ ઘટના બન્યા બાદ સોશિયલ મીડિયા પર પરોક્ષ રીતે જંગનું વાતાવરણ સર્જાય જાય છે. સોશિયલ મીડિયા પર દરેક ખૂદને ન્યાયાધીશ માને છે અને પોતાનો સારો નરસો વિચાર વ્યક્ત કરતા અચકાતો નથી. આવા સમયે પોલીસની કામગીરી વધી જતી હોય છે. હાલમાં જ ધંધૂકામાં થયેલી કિશન ભરવાડની હત્યા બાદ જૂનાગઢની પોલીસ સતર્ક બની છે અને સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહી છે. જેના કારણે કોઈ છમકલું ન થાય અને શહેરની શાંતિ ન ડહોળાય. આ પ્રકારની પોસ્ટ કરનારને ઝડપી લઈ તેને બોધપાઠ કરાવવાનું બીડું સાઈબર ક્રાઈમ સેલની અલગ અલગ ટીમોએ ઝડપ્યું છે.
આ ટીમો સોશિયલ મીડિયાની તમામ સાઈટ પર ચાંપતી નજર રાખશે અને શાંતિભંગ કરનારી કે શહેરનું વાતાવરણ ગંદુ કરનારી કોઈ પોસ્ટ હશે તેની પર કાયદાકીય કાર્યવાહી કરશે. એવામાં ધંધૂકાના મર્ડરને લઈ એક વિવાદાસ્પદ પોસ્ટ પોલીસની નજરે ચડી હતી. આ અંગેની ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટના સંદર્ભે રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી જે.બી. ગઢવીના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
વંથલી પોલીસના સ્ટાફે પોસ્ટ મુકનારા વીસ વર્ષીય અરાફત અજીમભાઈ ડામર નાગોરની વંથલીમાંથી ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વંથલીના પીએસઆઈ ડી.જી.બડવાએ કોઈ છમકલું થાય તે પહેલા જ બંને સમાજના આગેવાનોને બોલાવ્યા હતા અને શહેરમાં સુલેહ અને શાંતિ જળવાય રહે તેવી અપીલ કરી હતી. અહીં મુસ્લિમ સમાજના લોકોએ પણ ધંધૂકા હત્યા કેસના આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત