Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારી ચાલી રહી છે. માસ્ક ન પહેરે તેને દંડ કરવાનો ઉપરથી જ હુકમ છે, પણ કેટલાક માસ્ક પહેરતા નથી અને એમાંય જો રાજકારણી માણસ માસ્ક પહેર્યાં વગર હાથમાં આવ્યો હોય તો? સુરેન્દ્રનગરના થાનમાં આવો જ એક કિસ્સો નોંધાયો હતો. શનિવારના રોજ એએસઆઈ જયેશકુમાર પટેલ સહ પોલીસકર્મીઓની સાથે માસ્ક ન પહેરે તેને દંડ કરવા માટે ફરજ પર ઊભા હતા. એવામાં માસ્ક વિનાનો એક શખ્સ આવ્યો. તેને રોકવામાં આવ્યો અને માસ્ક નથી પહેર્યું એટલે દંડ ભરવાનું કહ્યું.
‘અરે ભાઈ કોના હુકમથી ઊભા છો? કેમ અહીં ઊભા છો? અમે તમને હપ્તાના પૈસા આપીએ છીએ એટલે દંડ ભરવાનો નથી.’ આટલું કહી પછી એણે કહ્યું હતું કે, ‘મારું નામ દિનેશ રબારી છે.’
આ આખી ઘટના વિશે થાન પોલીસ સ્ટેશને સ્ટેશન ડાયરીમાં એએસઆઈ જયેશકુમાર પટેલ સાહેબે રિપોર્ટ લખાવ્યો હતો. ઉપર જે ફકરો લખ્યો તે હજુ પૂર્ણ નથી થયો. થાનના કોંગ્રેસ મહામંત્રી દિનેશ રબારી નામની આ વ્યક્તિ નેતાજીનો રોફ બતાવતા બોલી હતી, ‘દંડ ભરવાનો નથી, તમારાથી થાય તે કરી લો, હું હમણાં ધારાસભ્ય ઋત્વિકભાઈને કહી તમારી બદલી કરાવી દઈશ, તમને હેરાન કરાવી દઈશ.’
આ અંગે પીઆઈ સાહેબને ફોન કરતાં તેમને પણ દંડ ભરવાની ના પાડી દીધી હતી. પરિણામે તેમની બાઈક જપ્ત કરવામાં આવી અને પોલીસ ફરજમાં રૂકાવટ બદલ સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી હતી. આ વ્યક્તિ કોંગ્રેસ મહામંત્રી દિનેશભાઈ રબારી. તેમણે જણાવ્યું હતું કે, ‘પોલીસ લોકો પાસે કોલસાના હપ્તા ઉઘરાવે છે તે અંગે કાર્યવાહી કરવામાં આવે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત