Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળના વર્ધમાનની આ ઘટના છે. જ્યાં એક મહિલાની સાથે બર્બરતા આચરી હોવાની હેવાનિયત ભરેલી ઘટના સામે આવી છે. પતિ પર આરોપ લાગ્યો છે કે તેણે તેની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને તેને પ્રતાડિત કરી હતી. ઘટના બાદ પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
પુત્રને જન્મ ન આપ્યો એ ભૂલ
પીડિત પત્નીનો વાંક એ હતો કે તેણે પુત્રની જગ્યાએ પુત્રીને જન્મ આપ્યો હતો. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે કાલના નિવુલી કંપનીડાંગા વિસ્તારમાં રહેનારી શરીફા બીબીના નિકાહ વર્ષ 2016માં કાલનાના તૌફીક શેખની સાથે થયા હતા. નિકાહ બાદ શરીફાએ બે પુત્રીઓને જન્મ આપ્યો હતો. જે પછી તેને યાતનાઓ આપવામાં આવી. પીડિતાએ જણાવ્યું હતું કે તેનો પતિ તેને કેટલાય મહિનાઓથી મારતો હતો. શારીરિક અને માનસિક રૂપે હેરાન પરેશાન કરતો હતો. ત્યાં સુધી કે મારી નાખવાની ધમકી પણ આપતો હતો.
ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે થોડા મહિનાઓ બાદ પતિની પ્રતાડનામાં વધારો થઈ ગયો હતો. એ ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી પત્નીને પ્રતાડિત કરતો હતો. પીડિતાએ એ પણ જણાવ્યું કે તે તેના પતિને આવું ન કરે એ માટે રહેમની ભીખ માગતી રહી હતી પણ પતિ એકનો બે નહોતો થયો અને અપાર યાતનાઓ આપતો રહ્યો હતો. ગમે તે ભોગે તેણે પતિની આ હરકતની જાણકારી પરિવારજનોને આપી હતી. જે પછી મહિલાને પતિના ઘરેથી છોડાવી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી.
સાસુએ તમામ આરોપ પાયાવિહોણા ગણાવ્યા
બીજી તરફ પીડિતાની સાસુ રેણુકા શેખે જણાવ્યું હતું કે તેની વહુ ઘરનું કોઈ કામ નહોતી કરતી. તેણે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. કહ્યું હતું કે બંનેની વચ્ચે ફક્ત એક વખત ઝઘડો થયો હતો. વધારે કંઈ નહોતું થયું. જોકે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી, તેના પર ગંભીર કલમો લગાવી, તેને કોર્ટમાં રજૂ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત