Team Chabuk-Gujarat Desk: ટોલનાકા પર વાહનોને લાંબી લાંબી લાઈનોમાં ઉભા ન રહેવું પડે તે માટે સરકાર દ્વારા ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પરંતુ ફાસ્ટેગમાં પણ લોલમલોલ ચાલતું હોવાનો બનાવ સામે આવ્યો છે. જૂનાગઢના યુવાને ફાસ્ટેગના નામે એકાઉન્ટમાંથી રૂપિયા કપાયા હોવાની ફરિયાદ કરી છે. યુવાનનું કહેવું છે કે, તે તેમની કાર જૂનાગઢ શહેર બહાર ગઈ ન હોવા છતાં બેન્કના એકાઉન્ટમાંથી ફાસ્ટેગના નામે ટોલ ટેક્સના રૂપિયા કપાઈ ગયા છે. જેથી આ મામલે યુવાને બેન્કમાં રજૂઆત કરી છે.
જૂનાગઢ શહેરની હરદ્વાર સોસાયટીમાં રહેતા વિઠ્ઠલભાઈ શંભુભાઈ પટેલે આ અંગે જણાવ્યું કે, જૂનાગઢ શહેરની આઝાદ ચોક ખાતેની બેન્ક ઓફ બરોડામાં મારું ફાસ્ટેગનું એકાઉન્ટ ચાલે છે. જેમાંથી ફાસ્ટેગના મેસેજ આવે છે. આ દરમિયાન બે દિવસ પહેલા 11 જુલાઈના રોજ સાંજે 6.53 મિનિટે એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં જણાવાયું હતું કે, તમારી કાર નંબર GJ-11-AS-9288 ભરૂડી ટોલનાકા પાસેથી પસાર થતાં ફાસ્ટેગના 40 રૂપિયા તમારા ખાતામાંથી ડેબિટ થયા છે.
મોબાઈલમાં ફાસ્ટેગના નામે રૂપિયા કપાયાનો મેસેજ આવતાં વિઠ્ઠલભાઈ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે, વિઠ્ઠલભાઈ પટેલના કહેવા પ્રમાણે તેમની કાર જૂનાગઢ શહેર બહાર ગઈ જ નથી. વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું કે, હું મારી કાર લઈને જૂનાગઢ-રાજકોટની વચ્ચે આવતા ભરૂડી ટોલનાકાએ ગયો જ નથી. મારી કાર જૂનાગઢ શહેરની બહાર ગઈ જ નથી તો ફાસ્ટેગનો ચાર્જ કેવી રીતે લાગ્યો ? મારા ફાસ્ટેગનો ક્યુઆર કોડ સ્કેન કેવી રીતે થયો હશે તે પણ તપાસ કરવાનો વિષય છે.
વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું કે, મારા બેન્ક એકાઉન્ટમાંથી ફાસ્ટેગના નામે રૂપિયા કપાયાનો મેસેજ મળતાં આ અંગે બેંક ઓફ બરોડાનો સંપર્ક કરીને જાણ કરવામાં આવી છે. પરંતુ બેન્ક તરફથી કોઈ જવાબ મળતો નથી. તેથી વિઠ્ઠલભાઈ પટેલે ફાસ્ટેગની કામગીરીમાં લોલમલોલ ચાલતું હોવાનો આરોપ કરીને આ મામલે તપાસ થાય તેવી માગ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત