Team Chabuk-National Desk: ખેતરમાં પશુ-પક્ષીઓથી પાકને બચાવવા માટે ખેડૂતો વિવિધ જુગાડ કરતાં હોય છે. સામાન્ય રીતે ખેતરમાં માટલા અને વાસનો ચાડિયો બનાવી ખેડૂતો પશુ-પક્ષીને દૂર રાખવાનો જુગાડ કરતાં હોય છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો લાકડીઓમાં દુપટ્ટો બાંધવાનો પણ નુસખો અપનાવતા હોય છે. પરંતુ હવે ખેડૂતો પણ એક લેવલ ઉપર ગયા છે. ખેડૂતના આ પ્રયોગથી પશુઓ જ નહીં માણસ પણ ડરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક રમૂજી અને ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખેતરમાં આવતા જંગલી જાનવરોને ભગાવવા માટે કોઈ ખેડૂતો આ પ્રયોગ કર્યો છે. જેમાં એક ભૂત જેવી પ્રતિકૃતિને સ્પ્રીંગની મદદથી ખેતરમાં ગોઠવવામાં આવી છે. જે કોઈ વોલિવુડની મૂવીમાં ભૂત બાઈક ચલાવતું હોય તેવું લાગી રહ્યું છે. હવાની લહેરની સાથે આ ચાડિયો પણ ઉડી રહ્યો છે. ચાડિયાની આ જમ્પિંગ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
અત્યાર સુધીમાં આ 9 સેકેન્ડના વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. લાંબી સ્કર્ટ, મોઢા પર ભૂત જેવું માસ્ક પહેરાવી ખેડૂતે અનોખો પ્રયોગ કર્યો છે. જેને જોઈને જાનવર તો ઠીક પણ માણસ પણ ડરી જાય છે. વીડિયોને એક ટ્વીટર યુઝરે શેર કર્યો છે. જેમાં લખ્યું છે Next level scarecrow. જો કે, આ વીડિયો ક્યાનો છે તેની કોઈ સ્પષ્ટતા નથી.
Next level scarecrow pic.twitter.com/aBqb0CpwO6
— Kaptan Hindustan™ (@KaptanHindostan) July 11, 2021
આ નાના વીડિયોને ટ્વીટર પર શેર કરવાની સાથે-સાથે લોકો આવિષ્કાર કરનારા વ્યક્તિના વખાણ પણ કરી રહ્યા છે. સાથે જ અલગ-અલગ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક ટ્વીટર યુઝરે લખ્યું હતું કે, “કલ્પના કરો કે, રાત્રે આને જોઈને કમજોર દિલવાળાનું શું થશે ?”
કોઈ ખેડૂતના આ આઈડિયાને સુંદર પણ ગણાવી રહ્યું છે. એક યુઝરે કહ્યું કે, “મને એ નહતી ખબર કે ચાડિયો આટલો સુંદર પણ હોઈ શકે છે.”
તો એક યુઝરે તો આ જ વીડિયોને એડિટ કરીને ભૂતનો અવાજ મુકી દીધો છે. જેથી ચાડિયો વધુ ડરામણો થઈ ગયો છે.
— Manaf ☭ (@A_Non_Believer_) July 12, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત