Team Chabuk-Gujarat Desk: ગોંડલ તાલુકામાં ફરી એકવાર તસ્કરો બેફામ બન્યા છે. આ વખતે તસ્કરોએ સાંસદના ભાઈને જ નિશાન બનાવ્યા. તસ્કરો સાંસદના ભાઈની કોલેજમાં ઘૂસ્યા અને લાખો રૂપિયાની ચોરી કરી રફૂચક્કર થઈ ગયા. ચાદર ઓઢીને આવેલા શખ્સો CCTVમાં કેદ થઈ ગયા છે. જો કે, હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે.
પોણા અગિયાર લાખથી વધુની ચોરી
પોરબંદરના સાંસદ રમેશ ધડુકના ભાઈની કોલેજમાંથી પોણા અગિયાર લાખથી વધુ રૂપિયાની ચોરી થઈ છે. રાત્રીના સમયે ચોર કોલેજમાં ત્રાટક્યા હતા અને તીજોરી જ ઉઠાવી ગયા હતા. રમેશ ધડુકના ભાઈ મનસુખ ધડુક ગોંડલ તાલુકાના ગોમટામાં બાલાજી કોલેજ ઓફ નર્સિંગનું સંચાલન કરે છે. ધડુક એજન્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ કોલેજમાં વિદ્યાર્થીઓની ફીના રૂપિયા તીજોરીમાં રાખેલા હતા.
CCTVમાં કેદ થયા શખ્સો
ચોરીની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. CCTVમાં જોઈ શકાય છે કે બે અજાણ્યા શખ્સો ચાદર ઓઢીને ઓફિસમાં ઘૂસ્યા છે. ચાદર ઓઢેલા શખ્સો ઓફિસમાં શોધખોળ કરી રહ્યા છે. આરોપ છે કે, રાત્રીના સમયે ચાર જેટલા સખ્સો કોલેજના ગ્રાઉન્ડમાં આવ્યા હતા. ત્યારબાદ પ્રિન્સીપાલની ઓફિસની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ઓફિસમાં પ્રવેશેલા શખ્સોએ પહેલાં ટેબલના ખાના ફંફોસ્યા હતા જેમાં કઈ ન મળતાં આરોપીઓ તીજોરી જ ઉઠાવી ગયા હતા.
VIDEO: સાંસદ રમેશ ધડૂકના ભાઈની કોલેજમાંથી ચોરી, ચોર CCTVમાં કેદ#chori #rameshdhaduk pic.twitter.com/CdNd13zqFj
— thechabuk (@thechabuk) July 13, 2021
ગાર્ડનમાં તોડી હતી તીજોરી
તીજોરીને ગાર્ડનમાં લઈ જઈ આરોપીએ મોટા પથ્થર તેમજ લોખંડના સળિયાથી તીજોરીનું તાળુ તોડી નાખ્યું હતું. તીજોરીમાં એક્ઝામ ફી પેટે આવેલા 6 લાખ 9 હજાર રૂપિયા તેમજ ટ્યૂશન ફી પેટે આવેલા રૂપિયા મળી કુલ 10 લાખ 89 હજાર રૂપિયા હોવાનો દાવો કરાયો છે. તીજોરીમાંથી રોકડા રૂપિયા કાઢીને આરોપી ફરાર થઈ ગયા હતા. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત