Homeગુર્જર નગરીકૈલાસબેન પટેલે છુટા ફૂલોની ખેતી થકી સાચા અર્થમાં મહિલા સશકિતકરણના અર્થને સાર્થક...

કૈલાસબેન પટેલે છુટા ફૂલોની ખેતી થકી સાચા અર્થમાં મહિલા સશકિતકરણના અર્થને સાર્થક કર્યું

Team Chabuk-Gujarat Desk: મહિલા સશકિતકરણ, આધુનિક સમયમાં સૌથી વધુ સાંભળવા મળે છે. જેમાં ભારતીય નારીઓએ સાચા અર્થમાં મહિલા સશકિતકરણના અર્થને સાર્થક કર્યુ હોવાનું પ્રમાણ મળે છે ત્યારે મહીસાગર જિલ્લાનાં લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામનાં મહિલા ખેડૂત કૈલાસબેન પટેલ તેઓ ખેત વ્યવસાય સાથે જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની ૪૦ ગુંઠા જમીનમાં ટેનીસ બોલ પ્રકારના ગલગોટાના ફૂલોની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બન્યા છે.

તેમના ખેતી વ્યવસાયમાં પરિવારના નલિનભાઈ પટેલનો પણ સહયોગ મળ્યો છે. સાથે સાથે એક હેકટર જમીનમાં પપૈયાની પણ બાગાયતી ખેતી કરી છે. પટેલ કહે છે કે આસો માસની શરૂઆતથી નવરાત્રિ-દિવાળી તહેવારોના પર્વ શરૂ થઈ રહ્યા છે ત્યારે નવરાત્રિ પર્વમાં શક્તિ વંદનામાં આરતી વંદના સહિતના કાર્યક્રમો કોવિડ ગાઈડલાઇન અનુસરીને શરૂ થયા છે જેના પગલે તહેવારોના ટાણે ફૂલોની માંગમાં ઉછાળો જોવા મળતાં ભાવોમાં તેજી જોવા મળી રહી છે ત્યારે પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો માટે ફૂલોની ખેતીએ આવક રળી આપતો એક લઘુ ઉધોગ ખેડૂતો માટે સાબિત થઈ રહ્યો છે.

કૈલાસબેન પટેલ જણાવે છે કે અગાઉ ડાંગર, મકાઈ અને ઘઉં જેવા ખેતી પાકોની ખેતી કરતા હતા. પરંતુ તેમાં મજૂરી ખર્ચ વધુ અને ઉપજ ઓછી હોવાના કારણે આર્થિક રીતે ખેતી પરવડતી નહોતી. ખેતી વિષયક પ્રેરક કાર્યક્રમોના માધ્યમથી ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગના સંપર્કમાં આવી બાગાયતી ખેતી પાકો તરફ પ્રેરાઈ છું. આ ખેતીમાં મજૂરી ખર્ચ ઓછો તથા ઉત્પાદન અને આવક વધુ મળી શકે. તેથી હું મહીસાગર જિલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક કરીને છુટાફૂલ પાકોની ખેતી વિશે માર્ગદર્શન તથા સલાહ મેળવી. વધુમાં છુટા ફૂલોમાં બાગાયત ખાતાની સહાય અને માર્ગદર્શન પણ મળે છે. તે બધા પાસાઓને ધ્યાને લઈ બાગાયતી ખેતી કરવાનો નિર્ધાર કર્યો. બાગાયતી ખેતી ખાસ કરીને ફૂલોની ખેતીમાં સારું વળતર રહેતું હોઈ તેના માટે ખેડૂત આઇ પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી છુટા ફૂલોની ખેતી યોજના માટે અરજી કરી તેઓએ ૪૦ ગુંઠામાં ટેનીસ બોલ ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી. તહેવારોમાં ફૂલોનું વેચાણ પણ સારું હોય છે. આ સમયમાં ટેનીસ બોલ પ્રકારના ગલગોટાની માંગ બજારમાં સારી હોવાથી રોકડા નાણાં મળે છે. જેમા અંદાજે એક એકરમાં રૂા.૧૬ થી ૧૮ હજારનો ખર્ચ થાય છે અને આવક રૂા. ૪૦ હજાર થશે તેમજ નફો રૂા. ૨૪ હજારનો થશે. મારા બાગાયતી ખેતીના સફળ અનુભવ પછી મારા ગામના અન્ય ખેડૂતો પણ તે તરફ પ્રેરાયા છે.

advertisement-1

મહીસાગર જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર જિલ્લામાં ફૂલ પાકોનું વાવેતર ૨૧૫ હેક્ટર થી ૨૨૫ હેક્ટર સુધી થાય છે. જેમાં ગુલાબ, ગલગોટા, સેવંતી, ગેલાડીયા વગેરે ફૂલપાકોનો સમાવેશ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત બાગાયત વિભાગની યોજના દ્વારા જુદા જુદા ઘટકો જેવા કે પપૈયા, દાંડી ફૂલો, કંદ ફૂલો, છુટાફૂલોમાં ૫૦% થી માંડીને ૬૫% સુધીની સહાય આપવામાં આવે છે. અન્ય ખેડૂતો માટે કૈલાશબેન પટેલની છુટા ફૂલોની બાગાયતી ખેતી પ્રેરણા રૂપ બની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments