Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં એક મહિલાએ પોતાના બે પુત્રો સાથે આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં આ સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે. જેમાં એક મહિલાએ પોતાના બે માસુમ પુત્ર સાથે સળગીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરવા પાછળનું પ્રાથમિક કારણ ગૃહકંકાસ હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની મહિલાએ તેના બે પુત્ર સાથે અગ્નિસ્નાન કરી લીધું છે. આ ઘટનામાં માતા અને બે પુત્ર એમ કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે.
રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં સામુહિક આત્મહત્યાની ઘટના બની છે. 28 વર્ષના દયાબેન વિજયભાઈ ડેડાણીયાએ 7 વર્ષના પુત્ર મોહિત અને 4 વર્ષના પુત્ર ધવલ સાથે સળગીને મોતને વ્હાલું કરી લીધું છે. સામૂહિક આત્મહત્યાની ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સામૂહિક આત્મહત્યાની ઘટના એટલી ભયાનક હતી કે સમગ્ર ઘર વખરી પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસ અને ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં પ્રાથમિક તબક્કે સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ ગૃહકંકાસ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે આત્મહત્યા કરનાર મહિલાના સાસુ અને પતિની પણ પુછપરછ કરવામાં આવી છે.
આ કરુણ ઘટના અંગે એસીપી આર.એસ. ટંડેલે જણાવ્યું હતું કે, અહીં દયાબેન નામની મહિલાએ પોતાના બંને બાળકો સાથે આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. તેમના પરિવારજનો તેમના પતિ, દિયર અને સાસુ સહિત જે લોકો કામ પર ગયા હતા તેમને ઘટનાની જાણ કરીને બોલાવવામાં આવ્યા હતા. તેમની વધુ પૂછપરછ કરતા. મૃતકના પતિ વિજયભાઈએ જણાવ્યું હતું કે, તેમને તેમના માતા અને તેમના પત્ની વચ્ચે થોડા સમય પહેલાં બોલાચાલી થઈ હતી. આજુબાજુના લોકોને પૂછપરછ અને મૃતકના પરિવારજનોની પૂછપરછ પરથી એવું જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી પણ સાસુ સાથે ઝઘડો થયો હોવાના કારણે કદાચ આ ઘટના બની હશે. હાલ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળે તપાસ કરતા કેરોસીનનું ડબલુ પણ જોવા મળ્યું છે. આ બાબતે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત