Homeગુર્જર નગરીકાલુપુર બ્લાસ્ટ કેસ: આતંકના પાઠ શીખેલો આરોપી બિલાલ કાશ્મીરમાં શિક્ષક બની ગયો...

કાલુપુર બ્લાસ્ટ કેસ: આતંકના પાઠ શીખેલો આરોપી બિલાલ કાશ્મીરમાં શિક્ષક બની ગયો હતો !

Team Chabuk-Gujarat Desk: ગુજરાત ATSએ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટના કેસમાં ઝડપેલા આરોપી બિલાલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ATSની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી 15 વર્ષ પહેલાં ભાગીને કશ્મીર ગયો હતો અને ત્યાં પોતાનું જ મદરેશા ખોલીને બાળકોને ભણાવી રહ્યો હતો.  એટલે કે એક સમયે આતંકના પાઠ ભણાવનારો આતંકી બાળકોને શિસ્તના પાઠ ભણાવી રહ્યો હતો.

ગયા મહિને જ ATSએ છેલ્લા 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને જમ્મૂ-કાશ્મીરથી ઝડપી લીધો હતો. આરોપી વર્ષ 2006માં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટ કેસમાં જેહાદી ષડયંત્રમાં ફરાર હતો. ગુજરાતમાંથી ફરાર થયા બાદ જમ્મૂ કશ્મીરમાં શિક્ષક બની ગયો હતો.પોલીસે તાજેતરમાં કોર્ટમાંથી રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી હતી. સૂત્રોનું માનીએ તો બિલાલે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. તેણે ATS સમક્ષ કબૂલાત કરી છે કે, બ્લાસ્ટને અંજામ આપવા માટે તેણે જ ફંડ એકઠું કર્યુ હતું. આ ઉપરાંત તેણે કબૂલાત કરી છે કે, કશ્મીરમાં જઈને તે બાળકોને ભણાવતો હતો.

ઉલ્લેખનીય છે કે, આરોપી એ વહેમમાં હતો કે તે વેશ બદલીને 15 વર્ષથી નાસતો ફરી રહ્યો છે જેથી હવે તેને કોઈ ખતરો નથી. જો કે, ATSએ બાતમીના આધારે જમ્મૂ કશ્મીર જઈને તેને ઝડપી લીધો હતો.

શું છે સમગ્ર મામલો ?

કાલુપુર રેલવે સ્ટેશન પર IED બ્લાસ્ટ કેસની તપાસમાં સામે આવ્યું હતું કે, ભરૂચમાં મદરેસામાં અસલમ કાશ્મિરી અને બશીર કાશ્મિરીની આગેવાની હેઠળ મદરેસામાં અભ્યાસ કરતા લોકોને અત્યંત ઉશ્કેરણીજનક ડીવીડીઓ બતાવી કોમી રમખાણોનો બદલો લેવા બ્રેઇનવોશ કર્યું હતું.  તે બાબતને લઇ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કાશ્મીરી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો.  તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે બિલાલ આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે પણ સંપર્કમાં હતો.

advertisement-1

આ ઉપરાંત બિલાલે ISIની મદદથી કેટલાક યુવાનોને પાકિસ્તાન અથવા PoKમાં હથિયારો અ બોમ્બ બ્લાસ્ટની ટ્રેનિંગ માટે પણ મોકલ્યા હતા. આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરી છે. જ્યારે કેટલાક આતંકી હજુ પણ ફરાર છે. જ્યારે એક આરોપી બશીર 2015-16માં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments