Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરના પેથાપુરમાંથી તરછોડાયેલી હાલતમાં મળી આવેલા બાળક અંગે આખરે સત્ય બહાર આવી ગયું છે. દોઢ વર્ષના આ બાળકને પોતાના પિતાએ જ રઝળતો મૂકી દીધો હોવાનું સામે આવ્યું છે. બાળકના વાલીને શોધવાની પોલીસની મહેનત આખરે રંગ પણ લાવી છે. આ બાળકના પિતા સચિન નંદકુમાર દીક્ષિત હોવાનું સામે આવ્યું છે. અને તે સેક્ટર 26માં રહેતાં હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર SP મયુર ચાવડાએ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, પતિ-પત્નીના ઝઘડામાં બાળકને તરછોડવામાં આવ્યું હોવાનું સામેં આવ્યું છે. ઘરકંકાસથી કંટાળીને આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
બાળકના પિતા સચિન દીક્ષિત વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સેન્ટ્રો કાર નંબર જીજે-01-કેએલ-7363 નંબરની કાર પરથી આ સમગ્ર ભેદ ખુલ્યો હતો. આ કારની ઓળખ થયા બાદ પોલીસ બાળકના પિતા સુધી પહોંચી શકી છે. આ સફેદ કલરની કાર લઈને તેના પિતા બાળકને મૂકીને ચાલ્યા ગયા હતા.
મહત્વનું છે કે, ગાંધીનગરના પેથાપુરમાં દોઢ વર્ષના બાળકને કોઈ અજાણ્યું વ્યક્તિ રઝળતું મૂકીને ચાલ્યું ગયું હતું. પેથાપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે રાતના સમયે આ દોઢ વર્ષના બાળકને કોઈ અજાણ્યો વ્યક્તિ મૂકીને ચાલ્યો ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ આ બાળકને તેડીને આવે છે અને નીચે રઝળતી હાલતમાં મૂકીને ચાલ્યો જાય છે. આ ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી હતી. બાળક મળ્યું હોવાની ઘટના મામલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે ત્રણ વાગ્યા સુધી સતત પોલીસવડાના સંપર્કમાં રહી અપડેટ મેળવતા રહ્યા હતા. દોઢ વર્ષના બાળકનાં માતા-પિતાની અને મૂકી જનાર શખ્સની શોધખોળ માટે ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લગાડવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત