Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરમાં તરછોડાયેલા બાળક મુદ્દે વધુ ખુલાસા થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે, બાળકના પિતા સેન્ટ્રો ગાડીમાં આવ્યા હતા. બાળકના પિતાનું નામ સચિન કુમાર નંદકિશોર દીક્ષિત છે. તે વહેલી સવારે રાજસ્થાન ચાલ્યો ગયો હતો. સચિન વડોદરાની એક કંપનીમાં નોકરી કરે છે. તે કાલે જ વડોદરાથી ગાંધીનગર આવ્યો હતો. બાળકનું સાચું નામ શિવાંશ છે અને તે હાલ 7 થી 8 મહિનાનું છે. પ્રાથમિક દ્રષ્ટીએ તપાસ કરતા આ બાળક સચિનની પત્નીનું નથી. બાળકના પિતાને રાજસ્થાનથી પકડી લીધો છે. તે ગાંધીનગર આવશે પછી વધારે માહિતી સામે આવશે. તેમણે કહ્યું હતું કે બાળકના માતા-પિતાને શોધવા પોલીસની 14 અલગ-અલગ- ટીમો કામે લાગી હતી
ગૃહ રાજ્યમંત્રી કહ્યું હતું કે, બાળકને દત્તક લેવા માટે તેમના પર 190થી વધારે પરિવારોના ફોન આવ્યા હતા. પોલીસ ઓફિસરના સંબંધીઓએ પણ આ બાળકને રાખવાનની તૈયારી દર્શાવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ ગાંધીનગર પોલીસનો આભાર માન્યો હતો.
ગૃહ રાજ્યમંત્રીએ માહિતી આપતા કહ્યુ કે, આખી રાત મીડિયાની ટીમ, પોલીસની ટીમે મહેનત કરી, પેથાપુરના નાગરિકો પણ સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દિપ્તી બહેને જશોદા બનીને માતાની જેમ પ્રેમ આપ્યો છે. દિપ્તી બહેન આખી રાત સ્મિત સાથે રહ્યા હતા. તેમનો આભાર માનું છું. મીડિયા તરફથી પણ ઘણી મદદ મળી છે તેમનો આભાર માનું છું.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના પેથાપુરમાં દોઢ વર્ષના બાળકને કોઈ અજાણ્યું વ્યક્તિ રઝળતું મૂકીને ચાલ્યું ગયું હતું. પેથાપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે રાતના સમયે આ દોઢ વર્ષના બાળકને કોઈ અજાણ્યો વ્યક્તિ મૂકીને ચાલ્યો ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ આ બાળકને તેડીને આવે છે અને નીચે રઝળતી હાલતમાં મૂકીને ચાલ્યો જાય છે. આ ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી હતી. બાળક મળ્યું હોવાની ઘટના મામલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે ત્રણ વાગ્યા સુધી સતત પોલીસવડાના સંપર્કમાં રહી અપડેટ મેળવતા રહ્યા હતા. દોઢ વર્ષના બાળકનાં માતા-પિતાની અને મૂકી જનાર શખ્સની શોધખોળ માટે ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લગાડવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત