Homeદે ઘુમા કેટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરના પિતા અચાનક થઈ ગયા ગુમ, જાણો વિગતો

ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરના પિતા અચાનક થઈ ગયા ગુમ, જાણો વિગતો

Team Chabuk-Sports Desk: ક્રિકેટર કેદાર જાધવના પિતા ગુમ થઈ ગયા છે. કેદાર જાધવના પિતાનું નામ મહાદેવ જાધવ છે. સવારે કોથરુડ વિસ્તારમાં હતા પરંતુ ત્યારથી તે ગાયબ છે. કોથરુડ વિસ્તાર મહારાષ્ટ્રના પુણે શહેરનો વિસ્તાર છે. જોકે અલંકાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો કેસ નોંધવામાં આવ્યો છે. પુણે પોલીસ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કેદાર જાધવના પિતાનું નામ મહાદેવ જાધવ છે. તેઓ છેલ્લીવાર આજે સવારે પુણે શહેરના કોથરૂડ વિસ્તારમાં જોવા મળ્યા હતા. પરંતુ ત્યારથી તે ગુમ છે. જોકે, અલંકાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ પોલીસ ગુમ થયેલા મહાદેવ જાધવને શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ સુરાગ મળ્યો નથી. હવે પુણે પોલીસના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા મહાદેવ જાધવ ગુમ છે, જેને પોલીસ શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી.

કેદાર જાધવની કારકિર્દીની વાત કરીએ તો આ ખેલાડીએ 73 વનડે સિવાય 9 T20 મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય કેદાર જાધવે IPLમાં 93 મેચ રમી છે. જો કે કેદાર જાધવ લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નથી. હાલ કેદાર જાધવ ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments