Homeગુર્જર નગરીતાલાલામાં કેસર કેરીની એન્ટ્રી, એક બોક્સના બોલાયા આટલા ભાવ

તાલાલામાં કેસર કેરીની એન્ટ્રી, એક બોક્સના બોલાયા આટલા ભાવ

Team Chabuk-Gujarat Desk: ફળોના રાજા કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી તાલાલા મેંગો માર્કેટમાં થઈ છે. 10 કિલોના બોક્સના 400 થી 700 રૂપિયા બોલી લગાવવામાં આવી છે. ગૌશાળા માટે 11000 રૂપિયાના બોક્સની બોલી લાગી હતી. પ્રથમ દિવસે 7 હજાર જેટલા બોક્સની આવક તાલાલા મેગો માર્કેટમાં થઈ છે.

ગીરની ઓળખ બનેલી કેસર કેરીની આજે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તાલાલા ગીરમાં આવેલા મેંગો માર્કેટમાં આજે કેસર કેરીની હરરાજીની શરૂઆત થતા ખેડૂતો અને કેરી રસિકોમા ખુશીની લહેર જોવા મળી રહી છે. કેસર કેરીના 10 કિલોના બોક્સના 400 થી લઈને 700 રૂપિયા ભાવ આકવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 7 હજાર જેટલા બોક્સની આવક થઈ છે. હરરાજીની શરૂઆતમાં પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે રાખવામાં આવે છે. જે બોક્સની બોલી 11000 રૂપિયા લાગી હતી. જે બોક્સ તાલાલા મેંગો માર્કેટના ચેરમેન સંજયભાઈએ ખરીદ્યુ હતું.

તાલાલા તેમજ ગીર વિસ્તારમાં આ વર્ષ કેરીનું ખૂબ ઓછું ઉત્પાદન થવાની શકયતા છે. ખેડૂતોના મતે માત્ર 30 ટકા જ કેરીનું ઉત્પાદન થશે, કારણ કે ઝાકળ વધુ પ્રમાણમાં પડવાના કારણે કેરી ખરી પડી છે. તો મઢ્યા રોગના કારણે પણ ભારે નુકશાન થયું છે, જેના કારણે કેરી માત્ર 30 ટકા જ બચી છે. ખેડુતોને આશા હતી કે કેસર કેરીના બોક્સના મિનિમમ 700 રૂપિયા ભાવ રહેશે. જો કે 400 થી શરૂ થઈ 700 સુધીના ભાવ આકાવામાં આવ્યા છે. જેમાં મોટા પ્રમાણમાં 500 રૂપિયે બોક્સ ખરીદાઈ રહ્યું છે. જેને લઈને ખેડૂતોમાં કચવાટ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

તાલાલા મેંગો માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી એચ. એચ. જારસાનિયાનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષથી કેરીના પાકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેસર કેરીનું પ્રમાણ વર્ષ દર વર્ષે ઘટી રહ્યું છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઓછી કેરી માર્કેટમાં આવશે. કેરી ઓછી આવવા છતાં ભાવ જોઈએ તેટલા ન વધવાનું કારણ કોરોનાનું ગ્રહણ મનાઈ રહ્યું છે. લોકો હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જેની સીધી અસર કેરીની ખરીદી પર પડી રહી છે. વર્ષ પ્રમાણે કેરીના ભાવ અને યાર્ડમાં આવક પર નજર કરીએ.

વર્ષકુલ બોક્સની આવકએક બોક્સના ભાવ
201114,87,025143
201208,32,197210
201311,85,086254
201409,41,702210
201507,17,335250
201610,66,860283
201710,67,755265
201808,30,340310
2019345
202006,87,931375

છેલ્લા 10 વર્ષના આંકડા પર નજર કરીએ તો કેરીની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે સામે દર વર્ષ ભાવમાં થોડો વધારો પણ જોવા મળી રહ્યો છે. તાલાલા કેસર કેરીના વેપારી કાળુભાઇ ભોલેબાબાનું કહેવું છે કે, કેરીના ભાવ તેની સાઇજ અને ક્વોલિટી પરથી નક્કી કરવામાં આવે છે. સારી ક્વોલિટીની કેરી 10 kgના બોક્સમાં વધુમાં વધુ 30 નંગ હોઈ છે, તો બીજા નંબરની કેરી 40 થી 50 નંગ 10 kg બોક્સમાં અને ત્રીજા નંબરની કેરી 50 થી 60 નંગ 10 kgના બોક્સમાં હોઈ છે. કેરીની સાઇઝ અને વકલ પરથી તેના ભાવ નક્કી કરવામા આવે છે. ખેડૂતો આવી કેરીને અલગ અલગ બોક્સમાં લાવે છે જેથી તે પ્રમાણે તેના ભાવ નક્કી કરીએ છીએ. અમે કેરીના ત્રણ નંબર આપ્યા છે, એક, બે અને ત્રણ જેમાં પહેલા નંબરની બેસ્ટ ક્વોલીટી બીજા નંબરની મીડિયમ અને ત્રીજા નંબરની ઠીક ઠાક હોય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments