Homeતાપણુંકેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા તો પત્રકાર વિનોદ મહેતા દંગ...

કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા તો પત્રકાર વિનોદ મહેતા દંગ રહી ગયા

ચીમનભાઈ પટેલનાં પાટીદાર ઉતરાધિકારી તરીકે ખુરશી પર બેસેલા કેશુભાઈ પટેલ ઉપર થોડા સમયમાં જ મુસીબત આવી ગઈ હતી. શંકરસિંહ વાઘેલાએ 47 ધારાસભ્યની સહીવાળો પત્ર રાજ્યપાલને આપ્યો અને ગુજરાતના રાજકારણમાં ખજૂરિયા-હજૂરિયા અને મજૂરીયાવાળી થઈ. વાજપેયીની સમજુતીના કારણે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રીના પદ પરથી હટાવવામાં આવ્યા અને સુરેશ મહેતા મુખ્યમંત્રી બની ગયા. પણ આ બધું કેવી રીતે થયું ?

જ્યાં જાઓ તો કોઈ દિવસ પાછા ફરવાનું મન ન થાય એવો જૂનાગઢ જિલ્લો અને જૂનાગઢ જિલ્લાની બાજુમાં છે વિસાવદર તાલુકો. તારીખ 24 જુલાઈ 1928ના રોજ કેશુભાઈ પટેલનો જન્મ થયો. હતો. સાતમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. RSS જોઈન કર્યું હતું અને સંઘના પ્રચારક બન્યા પછી ગુજરાતનું એક એક ગામડું, તાલુકો અને શહેર ઘુમ્યા હતા. કેશુબાપા વિશે કહેવાય છે કે તેમણે ભાજપ અને સંઘમાં રહેતા રહેતા કુલ 30 વખત ગુજરાતભ્રમણ કરેલું. જે અત્યારનો નેતા ગાડીઓમાં ઘુમે તો પણ ન થઈ શકે.

95ની સાલમાં કેશુભાઈ પટેલના હાથમાં સરકાર આવી ગઈ. નરેન્દ્ર મોદીના હાથમાં ભાજપ સંગઠનની જવાબદારી હતી. કેશુભાઈ અને નરેન્દ્ર મોદી એક સાથે કામ કરવા લાગ્યા. કેશુભાઈ પટેલે પોતાની રાજકીય યુક્તિ-પ્રયુક્તિઓથી વિરોધીઓને ઠેકાણે લગાવી દીધા. તેમનું મંત્રીમંડળ સાફ હતું. તેમનો વિરોધી કોઈ ન હતો. શંકરસિંહ વાઘેલાએ તેમને જેટલા નામ આપ્યા હતા તેમાંથી કોઈની પસંદગી ન થઈ. બીજી બાજુ કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદીને કેન્દ્રની રાજનીતિમાં મોકલવા માગતા હતા. જેથી અહીં તેઓ એકલા ભાણે બે હાથે ખાઈ શકે.

સપ્ટેમ્બર 1995ની સાલ હતી. કેશુભાઈ પટેલ અમેરિકાના પ્રવાસે જવાના હતા. વિદેશી માટે!! આશ્ચર્યનો મુદ્દો એ હતો કે જે ભાજપ સ્વદેશીની વાતો કરે છે તે વિદેશી બનાવટની વસ્તુઓ તરફ કેમ ખેંચાય છે.

અખબારોમાં આ વાત સ્તંભના સ્તંભો ભરાય એ રીતે છપાતી ગઈ. જે દિવસે અમેરિકા જવાના હતા એ દિવસે તેમણે શંકરસિંહ વાઘેલા સાથે વાત કરી અને કહ્યું, તમને નરેન્દ્ર મોદી સાથે કોઈ વાંધો છે. શંકરસિંહે કહ્યું, ‘મને મોદી સાથે નહીં તમારી સાથે વાંધો છે તમે જ્યારે પાછા આવશો ત્યારે તમારી ખુરશી ચાલી ગઈ હશે.’

વાઘેલાનું આવું બોલવું વ્યાજબી હતું. ભાજપ સત્તામાં આવે આ માટે તેમણે દિવસ રાત મહેનત કરી હતી. તનતોડ મહેનત કરી હતી. જ્યારે સત્તા આવી ગઈ તો તેમને સાફ ચિત્ર દેખાય રહ્યું હતું કે કેશુભાઈ પટેલની સરકારમાં મને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યો છે.

રાહ તો એ જોઈ જ રહ્યા હતા, તક મોડી મળી. એમણે કેશુભાઈ પટેલથી કંટાળેલા એવા 121માંથી 105 ધારાસભ્યોને લીધા અને ગાંધીનગર ખાતે આવેલા વાસણા નિવાસસ્થાને ચાલ્યા ગયા. તેમાંથી વાઘેલા સાથે કુલ 55 ધારાસભ્યો રહ્યા.

27 સપ્ટેમ્બર 1995ના રોજ ગાંધીનગરના ચારદા ગામમાંથી બે બસમાં ધારાસભ્યો નીકળ્યા. એમને ખબર નહોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. તેમાં અંતે શંકરસિંહ સાથે રહેલા 47 ધારાસભ્યો હતા. આ વાતની ભનક લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીને પડી ગઈ હતી. તેમને હિન્દી અને અંગ્રેજી અખબારમાં ગુજરાતની ચહેલ પહેલની માહિતી મળતી હતી. આ માહિતી મળે ત્યાં તો શંકરસિંહ ખજુરાહો ઉપડી ગયા.

તેમને મનાવવા માટે અટલ બિહારી વાજપેયી અને ભૈરવસિંહ શેખાવત આવ્યા. એમણે શંકરસિંહની માગો પૂછી. શંકરસિંહની ત્રણ માગોમાંથી એક હતી કે, કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવે. મોદીને દિલ્હી મોકલો અને મારા સમર્થકોમાંથી 6ને મંત્રીમંડળમાં સ્થાન અપાવો. આ રીતે સુરેશ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા.

સુરેશ મહેતા પછી એક વર્ષ જેટલા સમય માટે શંકરસિંહ વાઘેલા અને બાદમાં દિલીપ પરિખ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી પણ બનાવી અને કોંગ્રેસનો તેમને સપોર્ટ મળ્યો. બાદમાં શંકરસિંહ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પણ કેશુબાપાના નેતૃત્વ હેઠળ યોજાઈ. 1998ની ચૂંટણીમાં ભાજપને 182માંથી 117 સીટો મળી હતી. કેશુભાઈ બીજી વખત મુખ્યમંત્રી બન્યા. કંડલાનું તોફાન અને ભૂકંપે તેમની અગ્નિપરીક્ષા લઈ લીધી.

કારવા મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આઉટલૂક મેગેઝિનના તંત્રી વિનોદ મહેતાએ કહ્યું હતું કે, ‘‘જ્યારે નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપ માટે કામ કરી રહ્યા હતા. તેઓ એક દિવસ મને મળવા મારી ઓફિસે આવ્યા. તેમની પાસે કેટલાક દસ્તાવેજ હતા. જે ગુજરાતની કેશુભાઈ સરકારની વિરૂદ્ધમાં હતા. તેના થોડા દિવસ પછી મેં સાંભળ્યું કે તેમને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે.’’

કંડલા, દુકાળ અને ભૂકંપ સિવાય કેશુભાઈ પટેલ પંચાયતી રાજની ચૂંટણી અને બે પેટાચૂંટણી પણ હારી ગયા હતા. જેથી તેમના વિરૂદ્ધમાં વાતાવરણ ઊભું થઈ ગયું હતું. અંતે સપ્ટેમ્બર 2001માં એ નક્કી થઈ ગયું કે કેશુભાઈને સત્તામાંથી જવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments