Homeગુર્જર નગરીખંભાતમાં મોબાઈલમાં રિચાર્જ કરવા આવતી યુવતીને યુવક ભગાડી ગયો

ખંભાતમાં મોબાઈલમાં રિચાર્જ કરવા આવતી યુવતીને યુવક ભગાડી ગયો

Team Chabuk-Gujarat Desk: ખંભાતના પીપળોઈ ગામમાં વસવાટ કરતો 25 વર્ષીય વિધર્મી યુવક 24 વર્ષની હિન્દુ યુવતીને નસાડી જતાં પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધવવામાં આવી હતી. આ યુવક મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતો હતો જ્યાં યુવતી સાથે તેની મુલાકાત થઈ હતી. શોધખોળ બાદ પણ યુવતીનો કોઈ પત્તો ન લાગતા આખરે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ યુવકનું નામ સમીર રાણા છે. એક વર્ષ પહેલા તે યુવતીના સંપર્કમાં આવ્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ. યુવતી સુરતથી સાડીઓ મંગાવી તેનું ભરતકામ કરી ગુજરાન ચલાવી હતી જ્યારે તેના પિતા ખેતીકામ સાથે સંકળાયેલા છે. સાડીનો માલ આ યુવકની દુકાન પર જ ઉતરતો હતો. તો મોબાઈલમાં રિચાર્જ કરવા માટે પણ યુવતી આ યુવકની દુકાને જ જતી હોય બંને વચ્ચે પરિચય પાંગર્યો હતો. યુવકે યુવતીને ભોળવી દીધી હતી. પહેલી સપ્ટેમ્બરના રોજ યુવતી દુકાને જવાનું છે કે કહી ઘરેથી નીકળી હતી, પણ બાદમાં પાછી ન આવતા પરિવાજનો વ્યાકુળ થઈ ગયા હતા અને પુત્રીને શોધવા આકાશ પાતાળ એક કરવા લાગ્યા હતા. જોકે તેમની પુત્રીનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો.

પિતાએ આખરે પુત્રી ગુમ થઈ હોવાની જાણવાજોગ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. શોધખોળમાં ખબર મળી હતી કે યુવતીને મોબાઈલની દુકાન ચલાવતો સમીર ભગાડી ગયાની જાણ થતાં આખરે પરિવારના લોકોએ સમીરની વિરૂદ્ધ યુવતીનું અપહરણ કર્યાની ફરિયાદ દાખલ કરાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments