Team Chabuk-Gujarat Desk: લગ્નજીવન ડામાડોળ થવાના કારણે વધુ એક પરણિતાએ મોતને વ્હાલું કરી લીધું છે. આ બનાવ ખેડા જિલ્લાના મહેમદાવાદનો છે. જ્યાં 25 વર્ષની પરણિતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પરણિતાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પરણિતાએ આત્મહત્યા કરતાં પહેલાં અંગ્રેજીમાં સ્યૂસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેણે આત્મહત્યા માટે સાસુ, સસરા અને પતિને જવાબદાર ગણાવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે ઉમરેઠની યુવતીના લગ્ન દોઢેક વર્ષ પહેલાં મહેમદાવાદના બિલ્ડર સાથે થયા હતા. પરંતુ દોઢ વર્ષમાં જ તેમનું લગ્નજીવન ડામાડોળ થઈ ગયું હતું. આત્મહત્યા કરનાર પરણિતા અને તેના પતિ વચ્ચેના સંબંધો વણસી ગયા હતા. દોઢ વર્ષમાં જ તેમનું લગ્નજીવન આત્મહત્યા સુધી પહોંચી ગયું. મહેમદાવાદની રાધે ક્રિષ્ના સોસાયટીમાં આ ઘટના બની છે. ઉમરેઠની ભાટવાડામાં રહેતી જલ્પા હિંગુ નામની પરણિતાએ લગ્ના દોઢ વર્ષમાં જ મોતને વ્હાલું કરી લીધું છે. જલ્પાના લગ્ન દોઢ વર્ષ પહેલાં મહેમદાવાદના બિલ્ડર સાથે થયાં હતા. જલ્પાએ આત્મહત્યા કરતાં પહેલાં અંગ્રેજીમાં સ્યૂસાઈડ નોટ પણ લખી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્સૂસાઈડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સ્યૂસાઈડ નોટમાં સાસરિયા સામે આક્ષેપ
જલ્પાએ આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સ્યૂસાઈડ નોટમાં સાસુ, સસરા અને પતિ સામે આક્ષેપો કર્યા છે. સ્યૂસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે, મારા સાસુ-સસરા મારા મા-બાપ ન થઈ શક્યા, મારો પતિ મારો ન થયો. જેથી હું આત્મહત્યા કરું છું.
જલ્પા હિંગુના પિયરના લોકોએ પણ સાસરિયા સામે આક્ષેપ કર્યા છે. પિયરના લોકોનું કહેવું છે કે, સાસરિયાઓએ જ જલ્પાની હત્યા કરી છે. કારણ કે, પોસ્ટમોર્ટમ દરમિયાન જલ્પા હિંગુના શરીર પર કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી. પરંતુ પિયરરિયાનો આ આરોપ ખોટો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે, કેમ કે જલ્પા પાસેથી સ્યૂસાઈડ નોટ પરથી ખ્યાલ આવે છે કે તેણે આત્મહત્યા કરી લીધી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત