Team Chabuk-Cinema Desk: બ્રિટનની 34 વર્ષીય એમી ક્રિસ્ટોફર્સે પોતાનાથી ઓછી ઉંમરના, 26 વર્ષીય જોશ નામેરી વ્યક્તિ સાથે વેવિશાળ કરી લીધા. આ બંનેના લગ્ન રિયાલીટી શૉમાં થયા હતા. E4 શૉમાં આવ્યા પહેલા એમી ઓછી બજેટની એક્સ-રેટેડ ફિલ્મોમાં અભિનય કરતી હતી. લગ્ન પહેલા આ બંનેની મુલાકાત થઈ, મિત્રતા થઈ, પ્રેમ થયો, લગ્ન કર્યા અને બાદમાં યુવકને ખબર પડી કે તેની પત્ની એક સમયની ચર્ચિત પોર્ન સ્ટાર પણ રહી ચૂકી છે.

એમીએ બ્રાન્ડી બ્રેવર નામના તખલ્લુસનો ઉપયોગ કર્યો અને કેટલીય એડલ્ટ ફિલ્મોમાં અભિનેત્રીના રૂપે કામ કર્યું હતું. તેની પ્રથમ એક્સ રેટેડ ફિલ્મની શૂટિંગ એ સમયે થઈ જ્યારે તે 25 વર્ષની હતી. એમીના ભૂતકાળ વિશે ખબર પડતા તેના પતિ જોશના મિત્રએ કહ્યું હતું કે, જોશને આ અઠવાડિયે જ તેની પત્નીના ભૂતકાળ અંગે ખ્યાલ આવ્યો છે, તેનું માનવું છે કે આપણા બધાનો એક અતીત હોય છે.

બીજી બાજુ એમીની એક મિત્રએ ધ સનને જણાવ્યું હતું કે, એમી એક પોર્નસ્ટાર હતી અને હંમેશાં એવું વિચારતી હતી કે તેની એક્સ રેટેડ ફિલ્મો જ્યારે સાર્વજનિક થઈ જશે ત્યારે લોકો શું વિચારશે? પણ આ બધું ધીમે ધીમે પાછળ છૂટતું ગયું.

એમીની એક મિત્રએ કહ્યું કે, આ એ પ્રકારની વાતો નથી જેને તમે તમારા નવા પાર્ટનરની સાથે શેર કરી શકો છો. એવામાં તેના પતિને એકલો છોડી દેવો જોઈએ. જે શોમાં એમી અને જોશ ભેગા થયા, તેમાં બેઉ લગ્ન પહેલા અજાણ્યા વ્યક્તિના રૂપે મળે છે અને લગ્ન કરે છે. પછી હનીમૂન પર જાય છે.

એ પછી એક બીજા વિશે જાણીને નક્કી કરે છે કે એમને છૂટાછેડા લેવા છે કે નહીં. એમી જોશને મળ્યા બાદ સાતમાં આસમાને હતી, કારણ કે આ પહેલા તેના પરણેતરે તેને છોડી દીધી હતી. ધ સને જ્યારે એમીનો સંપર્ક કર્યો ત્યારે તેણે એક તસવીર પણ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કરી હતી, જેને જોઈ ફેન્સ ચોંકી ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત