Team Chabuk-Gujarat Desk: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખેલમહાકુંભ 3.0 નું આયોજન હાથ ધરાયું છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોન કક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા(ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાશે.
ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શાળાકક્ષાએ અં-9, અં-11, અં-14 અને અં-17 ની વયજૂથ અને ઓપન એજ ગ્રુપ, 40 વર્ષથી ઉપરના તેમજ 60 વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનો માટે વિવિધ રમતો યોજાશે. ખેલ મહાકુંભ 3.0 અન્વયે જુદીજુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા. 5 ડિસેમ્બર થી તા. 25 ડિસેમ્બર સાંજે 6 કલાક સુધી કરાવી શકાશે. ખેલ મહાકુંભમા ભાગ લેવા માટે નિયત વયજૂથનાં તમામ ખેલાડીઓએ વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
સ્પર્ધાઓમાં શાળાનાં બાળકોથી લઈને 60 વર્ષથી ઉપરની વય જૂથના વડીલો પણ રજિસ્ટ્રેશન કરી શકશે. પ્રત્યેક ખેલાડી મહતમ બે રમતમાં જ ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અંડર-9, અંડર-11, અંડર-14 અને અંડર-17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાનાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથમાં રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ