Homeગુર્જર નગરીઆર્મીમાં જવાનો શોખ પુરો ન થતા નકલી આર્મીમેન બન્યો, સીનસપાટા ભારે પડ્યા

આર્મીમાં જવાનો શોખ પુરો ન થતા નકલી આર્મીમેન બન્યો, સીનસપાટા ભારે પડ્યા

જયેશ મુછડિયા: રાજકોટના શાપર વેરાવળ સ્થિત કારખાનામાં કામ કરતો શખ્સ પોરબંદરમાં નકલી આર્મી બની રૌફ જમાવવા જતા પોલીસે પકડ્યો હતો. ગત શનિવારે પોરબંદર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળ્યું કે કોઈ શખ્સ ચોપાટી પાસે આર્મીનો ગણવેશ પહેરીને આંટાફેરા મારી રહ્યો છે. તેથી પોરબંદર પોલીસ તાત્કાલિક ત્યાં જઈને તપાસ કરી તો એક શખ્સ ત્યાં આર્મીનો ગણવેશ પહેરીને આંટાફેરા મારી રહ્યો હતો બાદમાં પોરબંદર પોલીસે આ વ્યક્તિનું આઈ કાર્ડ માંગતા એ વ્યક્તિએ એવું કહ્યું કે, મારું આઈ કાર્ડ અત્યારે મારી પાસે નથી. આથી પોલીસ વધારે શંકા જતા આ શખ્સની પૂછપરછ કરતા એમણે જણાયુ હતું કે એ ધોરણ 10 જ પાસ છે.

કુતિયાણા તાલુકાના સેગરસ ગામનો રહેવાસી છે. રાજકોટ શાપર વેરાવળમાં લોધિકા રોડ પર આનંદ નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું કબૂલ્યું હતું. આર્મીમાં જવાનો શોખ પૂરો ન થવાને કારણે ઇન્ડિયન આર્મીનો ડ્રેસ પહેરીને ફરતા રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે રહેતા કુતિયાણા પંથકના વતની એવા સંજય ડોડીયાને પોરબંદર પોલીસે સીન સપાટા કરતો ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સરકાર તરફે પોરબંદર એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી.જાદવજીએ મૂળ કુતિયાણાના હાલ રાજકોટ ખાતે રહેતા સંજય ચનાભાઇ ડોડીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપી ભારત સરકારની આર્મી સેવામાં પોતે સૈનિક ન હોવા છતાં પોતે એવો સૈનિક છે, એવું માનવામાં આવે એવા ઈરાદાથી સૈનિક પહેરતો હોય તેવો પોશાક પહેરી, થેલામાં સાથે રાખી જાહેરમાથી મળી આવ્યો હતો.

પોરબંદર ચોપાટી ખાતે બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસ સ્ટેશન ઓફિસર એસઆર મકવાણાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 168 મુજબ ગુનો દાખલ કરતા એસઓજી હેડ કોન્સ્ટેબલ બી ડી ઓડેદરાએ તપાસ હાથ ધરી છે.

Fack Army Man

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments