Homeગુર્જર નગરીમાતાને મારી નાખી, પોતે જેલના સળિયા ગણશે હવે માસૂમ શિવાંશનું કોણ ?

માતાને મારી નાખી, પોતે જેલના સળિયા ગણશે હવે માસૂમ શિવાંશનું કોણ ?

Team Chabuk-Gujarat Desk:  પોતાના પાપને છુપાવવા માટે સચિન દીક્ષિતે જે કર્યું છે તેને લઈને ગુજરાત ભરમાં તેની નિંદા થઈ રહી છે અને કડકમાં કડક સજા કરવાની માગણી થઈ રહી છે. સચિને પોતાના પ્રેમસંબંધ છુપાવવા માટે બાળકનું જીવન પણ બરબાદ કર્યું છે. બાળકે પોતાની માતા તો ગુમાવી જ છે સાથે સાથે પોતાના પરથી પિતાનો હાથ પણ ગુમાવ્યો છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે, શિવાંશને કોણ રાખશે ?

હાલ શિવાંશ ગાંધીનગરમાં જ છે. તેની સારી રીતે સારસંભાળ રાખવામાં આવી રહી છે પરંતુ હવે ભવિષ્યનું શું ?  પિતાએ તો નિર્દયી થઈને તને ગૌશાળામાં છોડી દીધો હતો બીજી તરફ માતાની પણ ઠંડા કલેજે હત્યા કરી ફરાર થઈ ગયો હતો. એટલે હવે જો સચિન જેલમાંથી બહાર આવે તો પણ શિવાંશની કસ્ટડી તો ન જ સોંપવામાં આવે. આવા સમયે સવાલ એ છે કે શું શિવાંશને કોઈ દત્તક લેશે કે પછી મહેંદી ઉર્ફે હિના પોતાની ભાણી થતી હોવાનો દાવો કરનારા માસા-માસીને શિવાંશની કસ્ટડી સોંપવામાં આવશે ? 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બોપલમાં જેમની સાથે હિના રહેતી તે માસા-માસીએ શિવાંશની કસ્ટડી માગી છે. તેમણે કહ્યું હતું કે, 6 મહિનાથી શિવાંશ તેમની સાથે જ રહેતો હતો. શિવાંશના જન્મ સમયથી તેમણે જ તેને સાચવ્યો છે એટલે શિવાંશની કસ્ટડી તેમને આપવામાં આવે.

advertisement-1

બીજી તરફ જ્યારે આ ઘટનાની તપાસ થઈ રહી હતી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને 190થી વધુ લોકોના કોલ આવી ગયા હતા અને શિવાંશને દત્તક લેવાની વાત કરી હતી. ગૃહ રાજ્યમંત્રીએ એવું પણ કહ્યું હતું કે કેટલાય પોલીસ પરિવાર પણ શિવાંશને દત્તક લેવા તૈયાર છે. હવે આગામી સમયમાં શિવાંશની કસ્ટડી કોને સોંપવામાં આવે છે તે જોવું રહ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments