Homeદે ઘુમા કેઆઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ આવી રીતે અપાવી ટીમને...

આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ આવી રીતે અપાવી ટીમને જીત

Team Chabuk-Sports Desk: આઈપીએલ સિઝન-14ની પ્રથમ ક્વાલિફાયર મેચ જીતીને ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર જીત મેળવી છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરમાં આવીને પોતાની ટીમને ઐતિહાસિક જીત આપાવી છે. આ સાથે જ ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલમાં 9મી વખત ફાઈનલમાં પહોંચનારી એકમાત્ર ટીમ બની ગઈ છે. ગત સિઝનમાં ચેન્નઈની ટીમ સાતમાં નંબરે રહી હતી ત્યારબાદ આ સિઝનમાં ધમાકેદાર વાપસી કરી છે.

છેલ્લી ઓવરનો રોમાંચ

ચેન્નઈ સુપર કિંગ્સ જ્યારે 19મી ઓવર રમી રહી હતી ત્યારે ક્રિઝ પર રહેલા ઋતુરાજ ગાયકવાડ આઉટ થયો હતો. અને કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની ક્રિઝ પર આવ્યો હતો. આઈપીએલમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા ધોનીને ક્રિઝ પર અંતિમ ઓવરમાં આવતો જોઈને ઘણાને આશ્ચર્ય પણ થયું. દરેકને લાગ્યું કે છેલ્લી ઓવરમાં ટીમને જીતાડવા માટે રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર ઉતરશે પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિઝ પર આવીને સૌને ચોંકાવી દીધા. મહેન્દ્ર સિંહ ધોનીએ 6 બોલ રમ્યા અને 18 રન ફટકારી દીધા. જેમાં તેણે 4 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી.

મહેન્દ્ર સિંહ ધોની સામે ફેંકાયેલો પ્રથમ બોલ ડોટ રહ્યો. જ્યારે બીજા બોલ પર ધોનીએ સિક્સ ફટકારી. ત્રીજો બોલ ફરીથી ડોટ રહ્યો. ત્યારબાદ ચોથા, પાંચમાં અને છઠ્ઠા બોલ પર ધોનીએ ફોર મારીને 6 બોલમાં 18 રન ફટકારી દીધા.

નવમી વખત ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલમાં પહોંચી

ચેન્નઈ સુપર કિંગ્સ 2020ની સિઝનમાં સાતમાં નંબરે રહીને બહાર થઈ ગઈ હતી. ત્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે અમારી ટીમ ધમાકેદાર કમબેક કરશે. અને 2021ની સિઝનમાં ધોની બ્રિગેડ ફાઈનલમાં પહોંચી ગઈ છે. અત્યાર સુધી આઈપીએલના ઇતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી વધુ વધત 9 વખત ફાઈલનમાં પહોંચી છે.
2008- હાર
2010- વિજેતા
2011- વિજેતા
2012- હાર
2013- હાર
2015- હાર
2018- વિજેતા
2019- હાર
2021- પરિણામ બાકી

દિલ્હીએ 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો

આઈપીએલ-14ની પ્રથમ ક્વાલિફાયર મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે 172 રન સ્કોરબોર્ડ પર અંકિત કર્યા હતા. દિલ્હી કેપિટલ્સની ટીમ તરફથી પૃથ્વી શો, ઋષભ પંત અને હેટમાયરે શાનદાર બેટિંગ કરી. ત્યારબાદ રનચેઝ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને શરૂઆતમાં ઝટકા લાગ્યા. પરંતુ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઋતુરાજ ગાયકવાડે ફરીથી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. રોબિન ઉથપ્પાએ પણ શાનદાર ફીફ્ટી ફટકારી. છેલ્લે જ્યારે મેચ હાથમાંથી સરકી રહી હોય તેવું લાગ્યું ત્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિઝ પર આવીને ટીમને ધમાકેદાર જીત અપાવી.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments