Homeગુર્જર નગરીમહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, ખુલશે અનેક રાજ

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, ખુલશે અનેક રાજ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી જે સમાચારમાં હેડલાઈન બની રહ્યો છે તે કિરણ પટેલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ કરી લેવામાં આવી છે. કિરણ પટેલ હાલ કાશ્મીરની જેલમાં છે ત્યારે અમદાવાદમાં તેની પત્ની માલિનીની ધરપકડ કરી લેવામાં આવી છે. માલિની પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં પટેલ દંપતી સામે મકાન પચાવી પાડી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે. 

જમીન લે વેચનો વ્યવસાય કરતા જગદીશ ચાવડા નામના વ્યક્તિને મહાઠગ કિરણ પટેલે PMOના ક્લાસ વન અધિકારીની ઓળખ આપીને પોતે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનું અને પ્રોપટી લે વેચ કામ કરતો હોવાનું કહીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ જગદીશ પટેલે ઠગ કિરણ પટેલને પોતાનો બંગલો રીનોવેશનનો કોન્ટ્રાકટ આપ્યો હતો. કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ સાથે મળીને સિંધુભવન પાસે આવેલા નિલકમલ ગ્રીન બંગલાના રીનોવેશનના 35 લાખ રૂપિયા મેળવી કામ પૂર્ણ કર્યા બાદ બંગલાના માલિક જગદીશ ચાવડા બહારગામ જતા જ ઠગ દંપતીએ બંગલામાં હવન અને વાસ્તુ પૂજન કરાવ્યું હતું. જેમાં બિઝનેસમેન અને પોલિટિકલ વ્યક્તિને મહેમાન તરીકે બોલાવી આ બંગલો કિરણ પટેલે ખરીદ્યો હોવાનો દાવો કર્યો હતો. ત્યારે બંગલાની બહાર કિરણ પટેલે પોતાના નેમ પ્લેટ વાળું બોર્ડ લગાવ્યું હતું. જે બાદ પૂજા કરતા ફોટો અને બંગલાના ફોટો સાથે સિવિલ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો. જેને લઈ જગદીશ ચાવડાએ ક્રાઇમ બ્રાંચ ફરિયાદ દાખલ કરી હતી.

નકલી અધિકારી કિરણ પટેલની પત્ની માલિનીએ તમામ આક્ષેપો ફગાવ્યા છે. કિરણ પટેલની પત્ની માલિની પટેલે મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, મારા પતિને ફસાવવામાં આવ્યો છે. અમે કદી કોઈનું ખોટું કર્યું જ નથી અને અમને ત્યાંથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. કિરણ તો ત્યાં સારા ડેવલપમેન્ટ માટે ગયા હતા. ઊલટાનું કાશ્મીરના ડેવલપમેન્ટ માટે ગયા હતા અને ત્યાં તેમને ચોક્કસ કોઈએ ફસાવી દીધા છે. અમારા જે જૂના કેસ હતા તે તો બધું પતી ગયું છે અને કેસ પણ ક્વોશિંગ થઈ ગયો છે. કિરણની તપાસ પતી ગઈ છે અને બધું પોઝિટિવ પતી ગયું છે તો પછી હવે કશું નેગેટિવ નથી તો કોર્ટમાં પણ બધું પતી ગયું છે અને હવે નક્કી થશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments