Team Chabuk-Gujarat Desk: હાલ અમદાવાદની એક દિવ્યાંગ દીકરી ચર્ચામાં છે. નેહા ભટ્ટ નામની આ દીકરીએ અકસ્માતમાં પગ ગુમાવ્યો. જો કે, અકસ્માત તેનુ મનોબળ ન તોડી શક્યો. નેહાએ શહેરના રિવરફ્રન્ટ પાસે ટી સ્ટોલ શરૂ કર્યો. જોત જોતામાં જ તેના ટી સ્ટોલની ચાની ચુસ્કી લોકોની જીભે ચઢી ગઈ. રોજના સેંકડો લોકો તેની ચા પીવા આવવા લાગ્યા. જો કે, પોલીસે નેહા ભટ્ટનો ટી સ્ટોલ દૂર કરતા તે ધ્રુસકેને ધ્રુસ્કે રડી. જે વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તંત્રને આડે હાથ લઈ રહ્યા છે.
આ વીડિયોમાં નેહાની આંખોમાં આંસુ છે. તે પોલીસને ફરિયાદ સાથે આજીજી કરી રહી છે. નેહા કહી રહી છે કે, ‘તમે વિકલાંગ દીકરીને હેરાન કરી રહ્યા છે. તમે કીધું હોત કે, આજે સીએમસ સાહેબ આવે છે તો હું જતી રહેત. હું પણ માણસ છું હું પણ તેમની રિસ્પેક્ટ કરું છું. હું કોઇનું ખરાબ નથી કરતી.’ સાથે જ તે કેટલાક અધિકારીઓ પર હપ્તા લેવાનો આરોપ પણ લગાવે છે.
આ ઉપરાંત તેણે જણાવ્યુ છે કે, ‘હું ખોટી નથી અને ખોટું પણ નથી બોલતી. હું ગરીબ છું, કામ કરું છું, ચોરી નથી કરતી. કોઇની પાસે ભીખ નથી માંગતી. ગુજરાતની બધી પબ્લિક મને સપોર્ટ કરે છે.’
અકસ્માત માં પગ કપાયા બાદ રીવરફ્રન્ટ પર ચા વેચવા મજબૂર બનેલી યુવતી નેહા ભટ્ટ નો ટી સ્ટોલ દૂર કરવાની પોલીસે કવાયત હાથ ધરતા યુવતી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.@Bhupendrapbjp @sanghaviharsh @AmdavadAMC pic.twitter.com/vFV1W6R6Ov
— Janak Dave (@dave_janak) March 28, 2023
મહત્વનું છે કે, નેહ શહેરના રિવરફ્રન્ટ પાસે અટલ બ્રિજ નજીક એમપ્યુ ટી સ્ટોલ ચલાવી રહી છે. એક પગ ન હોવા છતા તે તમામ કામ જાતે જ કરે છે.સાથે સાથે ઓનલાઈન ઈ-ચાનો નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. જેમાં તમે ઓનલાઈન પેમેન્ટ કરી જરૂરિયાતમંદ લોકોને ચા પીવડાવી શકો છો.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ