Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી કમર ગની ઉસ્માનીના 9 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે જ્યારે હથિયાર પહોંચાડનારા આરોપી અઝીમ સમાના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. બંને આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ 16 ફેબ્રુઆરી બપોરે 3 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે.
આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીના રિમાન્ડ પૂર્ણ થતાં તેની વધુ તપાસ અર્થે ગુજરાત ATS દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીની ફન્ડિંગ ક્યા પુરું પાડવામાં આવતું હતું ? કટ્ટરવાદી સંસ્થા TFI જેવી સંસ્થાના શંકાસ્પદ 1500 વ્યક્તિઓના લીસ્ટ તપાસમાં સામે આવ્યા છે. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, લીસ્ટમાં કોના કોના નામનો સમાવેશ કરવામાં અને આ લીસ્ટ કયા આધારે બનવામાં આવ્યું છે ? થોડા દિવસો પહેલા જ TFIમાંથી 6 થી7 વ્યક્તિઓs રાજીનામા આપ્યા હતા. આ વ્યક્તિઓ કોણ છે ? શા માટે રાજીનામા આપ્યા હતા ? તેની તપાસ જરૂરી છે.
આ ઉપરાંત કમર ગનીના મોબાઈલના CDRનો અભ્યાસ કરતા ગુજરાતના 48 શખ્સો તેના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. આ શખ્સો કોણ છે ? તેની તપાસ કરવા માટે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવાની દલીલ સરકારી વકીલે કરી હતી. બીજી તરફ બચાવ પક્ષના વકીલે રિમાન્ડ ના મુદ્દાનું પુનરાવર્તન થતું હોવાનું કારણ આપી 14 દિવસના રિમાન્ડ ન આપી શકાય તેવી દલીલ કરી હતી.
મહત્વનું છે કે, મૌલાના કમરગનીએ મોબાઈલમાં ચેટ અને પુરાવા ડિલિટ કરી દીધા છે. જેથી મોબાઇલ FSLમાં મોકલી દીધો છે. બીજી બાજુ કમરગનીના સંગઠનના બેંક એકાઉન્ટની વિગતમાં 11 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન મળ્યું છે. જેમાં 9 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. જેને લઈને હવે આ પૈસાનો સાચો સ્ત્રોત કયો છે ? તેમજ અન્ય કોઈ સંગઠન ફન્ડિંગ થાય છે કે કેમ તે દિશામાં તપાસ થશે. તપાસમાં વધુ ચોંકાવાનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત