Team Chabuk-Gujarat Desk: મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા યુવક અને યુવતી છેલ્લા ચાર દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા જેથી કરીને તેના પરિવારજનો તેને શોધી રહ્યા હતા દરમિયાન તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો અને આજે બપોરના સમયે મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવી હતી. માટે તરવૈયાઓની મદદથી યુવક અને યુવતીની લાશને બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મચ્છુ-૨ ડેમની અંદર યુવક અને યુવતીની લાશ પડી હોવાની જાણ કરવામાં આવી હતી જેથી કરીને તરવૈયાઓની મદદથી ડેમની અંદર પડેલી યુવક અને યુવતીની લાશને બહાર કાઢવામાં આવી હતી અને ડેડબોડીને પી.એમ.માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાનનું નામ ધવલ રાજેશભાઈ રાઠોડ (ઉંમર ૧૯) રહે. લાયન્સનગર મોરબી અને મૃતક યુવતીનું નામ ક્રિષ્નાબેન શક્તિભાઈ રાઠોડ (૧૯) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી વાળી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બંને મૃતક યુવતીના પરિવારજનોને આ બનાવની જાણ કરવામાં આવી હતી
વધુમાં સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવતી અને યુવાન છેલ્લા ચાર દિવસથી તેના ઘરેથી ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેઓને શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી અને હાલમાં બંનેએ સજોડે મોરબીના મચ્છુ ડેમમાં આપઘાત કરેલી હાલતમાં તેની લાશ મળી આવી છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને હોસ્પિટલ પાસેથી અકત્રિત થયેલા મૃતક યુવતીના પરિવારજનો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ક્રિષ્નાબેન રાઠોડની અમદાવાદ ખાતે સગાઈ કરવામાં આવી હતી અને નજીકના દિવસોમાં જ તેના લગ્ન હતા ત્યારે યુવતીએ આપઘાત કરી લેતા પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું છે..
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
