Homeગુર્જર નગરીઅમરેલીઃ ગર્ભવતી સહિત બે મહિલા પર એસિડ એટેક કરનારા પિતા-પુત્ર સકંજામાં

અમરેલીઃ ગર્ભવતી સહિત બે મહિલા પર એસિડ એટેક કરનારા પિતા-પુત્ર સકંજામાં

Team Chabuk-Gujarat Desk: સાવરકુંડલામાં ગર્ભવતી સહિત બે મહિલાઓ પર એસિડ એટેક કરનારા પિતા-પુત્ર ઝડપાયા છે. રવિવારે રાત્રે બંને આરોપી મહિલાઓ પર એસિડ એટેક કરી નાસી છૂટ્યા હતા. જે બાદ મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી.

શહેરની  લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ બહાર બંને મહિલાઓ પર એસિડ એટેક થયો હતો. મહિલાઓ હોસ્પિટલમાં  સારવાર કરાવ્યા બાદ હોસ્પિટલમાંથી બહાર નીકળતી હતી. આ  સમયે બાઈક પર આવેલા બે શખ્સોએ આ બંને મહિલાઓ પર એસિડ જેવો પદાર્થ છાંટી બંને નાસી છૂટ્યા.

ત્યારબાદ આ બંને મહિલાઓને 108 દ્વારા પ્રથમ સાવરકુંડલાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી જ્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. હોસ્પિટલના બિછાને રહેલી મહિલાઓએ ન્યાયની માગણી કરી છે. બંને મહિલાઓ નણંદ-ભોજાઈ છે.

સાવરકુંડલા પોલીસે મહિલાની ફરિયાદને આધારે કલમ 307, 120B, 504, 507 (2) અને 326 A મુજબ ફરિયાદ નોંધી છે. ફિરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે સાવરકુંડલામાં જ રહેતા પ્રવિણ રાઠોડ અને તેના પુત્ર અનિલ રાઠોડની ધરપકડ કરી હતી.

આરોપ છે કે, ફરિયાદીએ આરોપી અનિલના સાળા સાથે લગ્ન ન કરવા મુદ્દે એસિડ એટેક કર્યો છે. એસિડ એટેક કરતી વખતે અનિલ કહ્યું  હતું કે તે મારા સાળા સાથે કેમ લગ્ન ન કર્યા. હવે હું જોવ છું તું કેવી રીતે જીવે છે. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments