Homeગામનાં ચોરેમુંબઈમાં બપોરથી રિલાયન્સ Jioની સર્વિસ ડાઉન, ન ફોન લાગે ન ઈન્ટરનેટ યુઝ...

મુંબઈમાં બપોરથી રિલાયન્સ Jioની સર્વિસ ડાઉન, ન ફોન લાગે ન ઈન્ટરનેટ યુઝ કરી શકો

Team Chabuk-National Desk: રિલાયન્સ Jioની સર્વિસ મુંબઈમાં ફરી એક વખત ઠપ્પ થઈ ગઈ છે. મુંબઈ સર્કલના કેટલાય વિસ્તારોમાં યુઝર્સ ફોન કોલ પણ કરી નથી શકતા અને ઈન્ટરનેટનો ઉપયોગ પણ નથી કરી શકતા. ગત ચાર મહિનામાં આ બીજી વખત છે જ્યારે મુંબઈમાં Jioની સેવા ઠપ્પ થઈ ગઈ છે. કેટલાય યુઝર્સે દ્વારા Jio ફાઈબરમાં પણ સમસ્યા આવી રહી હોવાની ફરિયાદ કરી છે. રિપોર્ટ મુજબ Jioએ મુંબઈ સર્કલમાં પોતાનું નેટવર્ક બંધ કરી દીધું છે. મધ્યપ્રદેશના યુઝર્સને Jio ફાઈબર સાથે સર્વાધિક સમસ્યા પડી રહી છે.

ગ્રાહકોની ફરિયાદ પર કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે 5 ફેબ્રુઆરી સાંજના સાત વાગ્યા બાદ સેવાઓ પુન: વેગવંતી થઈ જશે. કંપની તરફથી આ આશ્વાસન યુઝર્સને મેસેજ દ્વારા આપવામાં આવ્યો છે. જોકે સાર્વજનિક રીતે Jioએ આ આઉટેજને લઈ કંઈ કહ્યું નથી. મુંબઈમાં રિલાયન્સ Jioના યુઝર્સને ઈન્ટરનેટના ઉપયોગ દરમિયાન Not registered on networkનો સંદેશ મળી રહ્યો છે.

Jio યુઝર્સે તેની ફરિયાદ ટ્વીટર પર કરી છે. યુઝર્સે દાવો કર્યો છે કે કોઈ પણ નંબર પર ફોન લગાવવામાં આવે તોપણ ફોન નથી લાગી રહ્યો. યુઝર્સનું કહેવું છે કે Jioના નંબર પર અને Jioના અન્ય નંબર પર બંને સ્થિતિમાં ફોન કરવામાં અડચણનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈ સર્કલમાં Jio સર્વિસ ડાઉન થયાની પુષ્ટી ડાઉનડિટેક્ટરે પણ કરી છે.

આ પૂર્વે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં Jioનું નેટવર્ક ડાઉન થયું હતું. જે પછી આઠ કલાક સુધી ગ્રાહક પરેશાન રહ્યા હતા. એ સમયે પણ યુઝર્સને ઈન્ટરનેટ અને કોલિંગ બંને સેવાની સાથે સમસ્યા થઈ રહી હતી. એ પહેલા જૂન 2020માં લાંબું આઉટેઝ થયું હતું. 22 જૂન 2020ના રોજ આશરે 24 કલાક સુધી લખનઉ, લુધિયાણા, દેહરાદૂન અને દિલ્હી એનસીઆરમાં Jio ફાઈબરની સેવા ઠપ્પ થઈ હતી.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments