Homeગામનાં ચોરેરસ્તા વચ્ચે પેટ્રોલ ખાલી થઈ જતા મર્સિડિઝ કારને રિક્ષાવાળાએ ધક્કો મારી પંપે...

રસ્તા વચ્ચે પેટ્રોલ ખાલી થઈ જતા મર્સિડિઝ કારને રિક્ષાવાળાએ ધક્કો મારી પંપે પહોંચાડી, VIDEO

Team Chabuk-National Desk: સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ બધાને ચોંકાવી દીધા છે. આશ્ચર્ય થવાનું સૌથી મોટું કારણ એ છે કે વીડિયોમાં જે કારમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે તે લક્ઝરી મર્સિડીઝ કાર છે, જેને એક રિક્ષાવાળાએ ધક્કો મારીને પંપ પર પહોંચાડી હતી.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અનેક ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો છે. હાલ આ વીડિયો મહારાષ્ટ્રના પુણેનો હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં અમને તેનું લોકેશન કોરેગાંવ પાર્ક જણાવવામાં આવી રહ્યું છે. લોકો આશ્ચર્યમાં છે કે લાખોની કિંમતની કારનો માલિક પોતાના વાહનમાં પેટ્રોલ ભરવાનું ભૂલી ગયો.

સાથે જ આટલી મોંઘી લક્ઝરી કાર મર્સિડીઝને પણ પેટ્રોલ ખતમ થઈ જતાં ધક્કો મારવો પડ્યો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સ સતત ઓટો ડ્રાઈવરને મોટા દિલના હોવાનું કહી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે કોઈ પણ મર્સિડીઝ ડ્રાઈવર આ રીતે બીજાને મદદ કરી શકે નહીં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments