Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાના એવા માલશ્રમ ગામે હત્યા અને આત્મહત્યાની ઘટના સામે આવી છે. નાના એવા ગામમાં હત્યા અને આત્મહત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ જમીન બાબતે બે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ચાલતી તકરારે આખરે જીવ લઈ લેવા જેવું સ્વરૂપ લઈ લઈ લીધુ હતું. આ બનાવની જાણ થતાં કોડીનાર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને મૃતકોના મૃતદેહ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર કોડીનાર તાલુકાના માલશ્રમ ગામે આજે વહેલી સવારે ખળભળાટ મચાવતો બનાવ સામે આવ્યો છે. જેમાં ગામમાં રહેતા અને ખેતીકામ કરતા હરેશગીરી નરવાગીરી ગૌસ્વામી (ઉ.વ.28) અને તેના કૌટુંબિક ભાઈ મહેશગીરી મોહનગીરી ગૌસ્વામી (ઉ.વ.30) વચ્ચે જમીન બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાટમાં આવી ગયેલા મહેશે પોતાના પિતરાઈ ભાઈ હરેશને કુહાડીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
હરેશને ગળા, માથા અને પીઠના ભાગે ગંભીર ઈજા થતાં તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું. કૌટુંબિક ભાઈ પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાની વાતનો પસ્તાવો થતાં મહેશે પણ પોતાની વાડીના કુવામાં દોડીને કુદકો મારી ઝંપલાવી દેતા ડૂબી જતાં તેનું પણ મોત નિપજ્યું હતું.

આ ચકચારી ઘટના અંગે ગ્રામજનોને જાણ થતાં તેઓએ બંનેના પરિવારજનોને જણાવતાં તેઓ ઘટનાસ્થળે આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થથાં કોડીનાર પીએસઆઈ સંદિપસિંહ ચુડાસમા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે બન્નેનાં મૃતદેહો કબજે કરી તેને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડયા હતા.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે બંને કૌટુંબિક ભાઈઓ પોતાના પરિવારજનો સાથે ગામમાં રહે છે અને ખેતીકામ કરે છે. છેલ્લા ઘણાં સમયથી તેમના વચ્ચે જમીનને લઈ તકરાર ચાલતી હતી. જેમાં આજે વહેલી સવારના સુમારે બંને ભાઈઓ વાડીએ હોય ત્યારે સામસામે આવી જતા બનાવ બનવા પામ્યો હતો. જો કે પોલીસને બનાવ અંગે અન્ય કારણ પણ હોવાની શંકા હોવાથી વધુ તપાસ યથાવત રાખી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત