Team Chabuk-National Desk: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલની ટીમે દિલ્હીમાંથી પાકિસ્તાનના આતંકીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલી આતંકી પાકિસ્તાની મૂળનો છે. આ આંતકીને ISIએ દિલ્હી સહિત ભારતમાં હુમલા કરવા માટે તાલીમ આપી હોવાનો દાવો કરાયો છે. પોલીસે આતંકી પાસેથી AK-47 અને હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયારો જપ્ત કર્યા છે. હાલ પોલીસ ઝડપાયેલા આતંકીની પૂછપરછ કરી રહી છે. થોડા દિવસ પહેલા જ સુરક્ષા એજન્સીઓએ દેશમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું હતું. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીની ઓળખ મહોમ્મદ અસરફ તરીકે કરવામાં આવી છે. અસરફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો વતની છે.
આ આતંકવાદીને પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગરના રમેશ પાર્કમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આતંકવાદી બોગસ ઓળખ ઊભી કરીને દિલ્હીમાં અલી અહમદ નૂરી નામ ધારણ કરીને રહેતો હતો. બોગસ દસ્તાવેજોના આધારે તેણે શાસ્ત્રી પાર્કના એક સરનામા પર ભારતીય ઓળખપત્ર બનાવ્યું હતું.
Delhi Police Special Cell arrested Mohd Asraf, a Pakistani terrorist, from Ramesh Park, Laxmi Nagar. One AK-47 assault rifle with one extra magazine and 60 rounds and other weapons seized from his possession. pic.twitter.com/0hHxP4H4Uu
— ANI (@ANI) October 12, 2021
આતંકીની પૂછપરછ બાદ તેણે બતાવેલી જગ્યા એટલે કે કાલિંદી કુંજના યમુના ઘાટ પરથી એક AK-47, , એક હેન્ડ ગ્રેનેડ, 2 પિસ્ટલ અને તેના 50 કારતૂસ મળી આવ્યા છે. તુર્કમાન ગેટ ખાતેથી તેનો એક બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલો આતંકી દિલ્હીમાં તહેવારોની સિઝનમાં મોટો બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો.

દિલ્હી પોલીસના સ્પશિયલ સેલના સૂત્રોના કહેવા પ્રમાણે આતંકી દિલ્હી-6ના વિસ્તારોમાં પણ રહી ચૂક્યો છે. સ્પેશિયલ સેલના અધિકારી આતંકી પાસેથી દિલ્હી-6ના વિસ્તારની તમામ માહિતી એકઠી કરી રહ્યા છે. જેનાથી તે કેટલી વખત એ બાજુ ગયો, ત્યાં તે કોના સંપર્કમાં હતો વગેરે માહિતી મેળવી શકાય. પોલીસે આતંકી વિરુદ્ધ અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, એક્સપ્લોઝીવ એક્ટ, આર્મ્સ એક્ટ સહિતની કલમો લગાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત