Homeદે ઘુમા કેVirat Kohli Century: કોહલીએ ઘર આંગણે સદી ફટકારી સચિનના આ મોટા રેકોર્ડની...

Virat Kohli Century: કોહલીએ ઘર આંગણે સદી ફટકારી સચિનના આ મોટા રેકોર્ડની બરાબરી કરી, જાણો

Team Chabuk-Sports Desk: નવા વર્ષની શરૂઆતથી જ કિંગ કોહલી ફૂલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ગુવાહાટીમાં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી વન ડેમાં કોહલીએ 87 બોલ પર 113 રનનું યોગદાન આપી ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી. આ સાથે જ કોહલીએ નવા રેકોર્ડ પણ બનાવ્યા અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી પણ કરી લીધી. સચિને જે કામ 160 ઈનિંગ રમીને કર્યું તે વિરાટે માત્ર 99 ઈનિંગમાં પૂર્ણ કર્યું છે.

ઘર આંગણે સૌથી વધુ સદી મારનારા ખેલાડી

20 સદી: વિરાટ કોહલી, ભારત, 99 ઈનિંગ
20 સદી: સચિન તેંડુલકર. ભારત, 160 ઈનિંગ
14 સદી: હાશિમ અમલા, સાઉથ આફ્રિકા, 69 ઈનિંગ
14 સદી: રિકિ પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયા, 151ઈનિંગ

હરીફ ટીમ સામે સૌથી વધુ સદી મારનારા ભારતીય ખેલાડી

9 સદી- વિરાટ કોહલી Vs વેસ્ટ ઈન્ડિઝ
9 સદી- વિરાટ કોહલી Vs શ્રીલંકા
9 સદી- સચિન તેંડુલકર Vs ઓસ્ટ્રેલિયા
8 સદી- રોહિત શર્મા Vs ઓસ્ટ્રેલિયા
8 સદી- વિરાટ કોહલી Vs ઓસ્ટ્રેલિયા
8 સદી- સચિન તેંડુલકર Vs શ્રીલંકા

રોહિતે 27મી વખત વન ડેમાં 100 કે તેથી વધુ રનની કરી ભાગીદારી

ભારતના ઓપનર રોહિત શર્મા (67 બોલમાં 83 રન) અને શુબમન ગિલ (60 બોલમાં 70 રન)એ 19.4 ઓવરમાં 143 રનની પાર્ટનરશિપ કરીને મજબૂત શરૂઆત અપાવી. આ સાથે રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ વન ડેમાં 27મી વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારી કરી છે. રોહિતે ધવન સાતે 18 વખત, કેએલ રાહુલ સાથે 5 વખત, અજિંક્ય રહાણે સાથે ત્રણ વખત અને ગિલ સાથે પ્રથ વખત આ કારનામું કર્યુ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments