Team Chabuk-Sports Desk: ભારતીય ટીમમાંથી ફરી સિલેક્ટ ન થનારા પૃથ્વી શૉએ ફરી કમાલ કર્યો છે. સાથે જ 23 વર્ષીય આ ખેલાડીએ BCCIના સિલેક્ટર્સને પણ પોતાના બેટ વડે જવાબ આપ્યો છે. રણજીટ્રોફીમાં મુંબઈ તરફથી રમતા પૃથ્વીએ આસામ સામે ત્રેવડી સદી ફટકારી છે. એટલું જ નહીં તેણે સુમિત ગોહેલ, વિજય મર્ચેન્ટ, એમવી શ્રીધર અને સંજય માંજરેકરનો રેકોર્ડ તોડ્યો છે.
પૃથ્વી શૉએ આક્રમક બેટિંગ કરતા 383 બોલ પર 379 રન ફટકાર્યા. 49 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી તે આ આંકડા સુધી પહોંચ્યો. આ સાથે જ તે રણજીટ્રોફીમાં સૌથી વધુ રન ફટકારનારા ખેલાડીઓમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. જો થોડીવાર વધુ તે ક્રિઝ પર રહ્યો હોત તો 400 રન પણ ફટકારી શક્યો હોત. આસામના રિયાન પરાગે પૃથ્વીને LBW આઉટ કર્યો.
રણજીટ્રોફીમાં સૌથી વધુ સ્કોર
1.બીબી નિમ્બાલકર – 443* રન, મહારાષ્ટ્ર- વિરૂદ્ધ કાઠિયાવાડ (1948 )
2.પૃથ્વી શૉ -379 રન, મુંબઈ- વિરૂદ્ધ આસામ ( 2023 )
3.સંજય માંજરેકર – 377 રન, મુંબઈ- વિરૂદ્ધ હૈદરાબાદ (1991 )
4.એમવી શ્રીધર – 366 રન, હૈદરાબાદ વિરૂદ્ધ આંધ્રા (1994 )
5.વિજય મર્ચેન્ટ – 359* રન, મુંબઈ વિરૂદ્ધ મહારાષ્ટ્ર (1993)
6.સુમિત ગોહેલ – 359* રન, ગુજરાત વિરૂદ્ધ ઓડિશા (2016 )
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત