Team Chabuk-Gujarat Desk: કચ્છના રાપરમાં મહિલાને 70 વર્ષે મા બનવાનું સુખ પ્રાપ્ત થયું છે. 70 વર્ષે જીવનની ઢળતી સંધ્યાએ માતૃત્વનું સુખ પ્રાપ્ત થતાં પરિવારમાં ખુશીનો માહોલ છે. આ શક્ય બન્યું છે મેડિકલ વિજ્ઞાનના કારણે. કચ્છના આ વૃદ્ધ મહિલાએ મેડિકલ વિજ્ઞાનનો સહારો લઈને 70મા વર્ષે માતૃત્વ ધારણ કર્યું છે. કચ્છના રાપરના મોરા ગામના જીવુબેન રબારીએ ટેસ્ટ ટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો છે.
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના 70 વર્ષના જીવુબેન રબારીના ઘરે લગ્નના 45 વર્ષ બાદ પારણું બંધાતા ખુશીનો માહોલ છે. તેમણે ટેસ્ટ ટ્યુબ થકી બાળકને જન્મ આપ્યો છે. જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકાથી નિઃસંતાન હતા. જીવનમાં બાળકના માતા-પિતા ન બની શક્યાનો તેમને હંમેશા રંજ હતો. જોકે, તેઓ હિંમત હાર્યા ન હતા. બાળક માટે તેમણે તમામ મેડિકલ સારવાર કરાવી હતી. આખરે તેમણે ભૂજની એક ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરતાં તેમની આઈવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. આ ટ્રીટમેન્ટના સહારે તેમણે 70મા વર્ષે બાળકને જન્મ આપ્યો છે.
ભૂજની ખાનગી હોસ્પિટલમાં ડૉ.નરેશ ભાનુશાળીની મદદથી જીવુબેને આઇવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરાવી હતી. જેના બાદ તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. જીવુબેને સીઝેરિયન થકી બાળકને જન્મ આપ્યો હતો. હાલ જીવુબેન અને બાળક બંને સ્વસ્થ છે. દંપતીએ લાડકવાયા દીકરાને લાલો નામ આપ્યું છે. તો માલધારી એવા વાલજીભાઈ રબારીએ પિતા બનવાની ખુશીમાં ડોક્ટરની ટીમ અને ભગવાનનો આભાર માન્યો હતો. આ વિશે ડો.નરેશ ભાનુશાળીએ જણાવ્યું કે, અમારી મેડિકલ ટીમની મહેનત આખરે રંગ લાવી છે. વૃદ્ધ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય તેવી ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે. હાલ જીવુબેન અને વાલજીભાઈના ઘરે પુત્ર જન્મની ખુશી જોવા મળી રહી છે. સગા સંબંધીઓ અને સ્નેહીઓ પણ આ દંપતીને અભિનંદન પાઠવી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત