Homeગુર્જર નગરીક્ચ્છમિત્ર અખબારમાં એપ્રિલ-મે મહિનાનાં 45 દિવસની વચ્ચે 3604 મરણનોંધ છપાઈ

ક્ચ્છમિત્ર અખબારમાં એપ્રિલ-મે મહિનાનાં 45 દિવસની વચ્ચે 3604 મરણનોંધ છપાઈ

Team Chabuk-Gujarat Desk: કોરોનાની બીજી લહેરમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા તેના આંકડાઓ અંગે અનેક વખત વિસંગતતા સર્જાઈ ચૂકી છે. ઘણી વખત સરકાર પર એવા આક્ષેપો થયા છે કે સરકાર મૃત્યુ પામનારા લોકોનાં આંકડાઓને છુપાવી રહી છે. જોકે ગઈકાલે એક અખબારનો આંકડો વાઈરલ થયો છે. આ અખબાર છે ગુજરાતનું કચ્છમિત્ર.

1 જુલાઈનાં રોજ કચ્છમિત્રમાં આ રિપોર્ટ પ્રકાશિત થઈ હતી. NDTVનાં પત્રકાર રવિશ કુમારે પણ આ આંકડાને લઈ ફેસબુક પર પોસ્ટ કરી છે. 45 દિવસમાં કચ્છમિત્ર અખબારમાં 3604 શ્રદ્ધાંજલી પ્રકાશિત થઈ ચૂકી છે. પ્રથમ રવીશ કુમારે શું લખ્યું એ જોઈએ એ પછી કચ્છમિત્ર અખબારની રિપોર્ટ પર એક નજર નાખીએ.

‘‘કચ્છમિત્રએ 11 એપ્રિલથી 25 મે સુધીની વચ્ચે પોતાના અખબારમાં પ્રકાશિત થયેલ શ્રદ્ધાંજલિઓનો ચાર્ટ બનાવ્યો છે. અખબારના જણાવ્યા પ્રમાણે સમાચાર પત્રમાં સામાન્ય દિવસોમાં રોજ 25થી 30 મૃત્યુનોંધ છપાઈ છે. ગુજરાતીમાં શ્રદ્ધાંજલિને મૃત્યુનોંધ કહે છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન 11 એપ્રિલથી 25 મેની વચ્ચે 45 દિવસોમાં એવરેજ 25 શ્રદ્ધાંજલિની જગ્યાએ રોજ સંખ્યા વધતી ગઈ. 28 એપ્રિલનાં રોજ સૌથી વધારે 145 મૃત્યુનોંધ પ્રકાશિત થઈ હતી. 11 દિવસો એવા રહ્યા જ્યારે રોજ 100 શ્રદ્ધાંજલિઓ છપાતી હતી. 23 દિવસ એવા રહ્યા જ્યારે રોજ 50થી વધારે મૃત્યુનોંધ પ્રકાશિત થઈ હતી.

kutchmitra 1

આ રીતે 45 દિવસમાં કુલ 3604 મૃત્યુનોંધ છપાઈ. જ્યારે સરકારી રેકોર્ડમાં એક પણ દિવસ કોરોનાથી થનારી મોતની સંખ્યા દસથી વધારે નથી. આ સમયે કોરોનાથી કેટલીય મોત થઈ હશે. સામાન્યરૂપથી આ અખબારમાં અડધા પાનામાં શ્રદ્ધાંજલિ પ્રકાશિત થતી હોય છે. જ્યારે કેટલીય વખત દોઢથી ત્રણ પાનામાં શ્રદ્ધાંજલિ હતી.

સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને વળતર આપવાનો આદેશ કર્યો છે. કચ્છમાં આ 45 દિવસમાં સરકારી રેકોર્ડની 10ની સંખ્યા સામે પાંચ અથવા તો દસગણા લોકો મૃત્યુ પામ્યા હતા. શું આ તમામ લોકોનાં પરિવારજનોને સરકારની તરફથી વિપદામાં રાહત આપવા માટે વળતર મળવાની કોઈ સંભાવના ખરી?’’

કચ્છમિત્ર આ અંગે લખે છે કે, ‘એપ્રિલ-મે 2021 દરમ્યાન કોરોનાના ખપ્પરમાં કેટલાં હોમાયાં એ દિશામાં કોઈ પણ ગણિત મંડાય છે તો કચ્છમિત્રમાં છપાયેલી મરણનોંધ એક મોટો આધાર બનીને ઉભરી આવે છે.’

kutchmitra 2

અખબારમાં લખાયેલો બીજો ફકરો પણ આંખ ઉઘાડનારો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘કચ્છમિત્રમાં અપાતી મરણનોંધ સમાજના કોઈ પણ વર્ગ કોમની વ્યક્તિના અવસાનની સત્તાવાર મહોર ગણવામાં આવે છે. કચ્છમાં વસતી લગભગ દરેક જ્ઞાતિ-વર્ગમાંથી જે જાગૃત સમાજ છે તે અવશ્ય મરણનોંધ આપે છે. સાથોસાથે એક વર્ગ એવો પણ છે કે જે ભાગ્યે જ મરણનોંધ આપે છે. તેથી 45 દિવસનો મૃત્યુઆંક 3604થી પણ વધી શકે છે. જોકે આ બધા મોત કોરોનાથી થયા હોવાનું કોઈ કહેતું નથી, પણ સ્વજનો કબૂલ કરે છે કે તેમને મૃત્રદેહ માત્ર મોઢું જોવા પૂરતો જ અપાયો. બાકી અંતિમક્રિયા સરકારી રાહે કાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ કરી.’

કચ્છમિત્રના રિપોર્ટમાં જાગૃત વાંચક નવીન ભાનુશાળી દ્વારા આંકડાકીય માહિતી સંગ્રહિત કરવામાં આવી હતી જ્યારે આ તમામ આંકડાકીય માહિતીનું પૃથ્થકરણ સહજીવનના રમેશભાઈ ભટ્ટીએ કર્યું હતું. આ મરણનોંધની તૈયાર કરેલી આંકડાકીય માહિતી કહે છે કે મરણનો સિલસિલો અવિરત વધ્યો. જણાવી દઈએ કે આ તો માત્ર કચ્છમિત્રનો રિપોર્ટ છે. આ પ્રકારનું સર્વે કરનારું ગુજરાતનું આ પ્રથમ અખબાર છે. જો ગુજરાતનાં ત્રણ મોટા અખબારોમાં પ્રકાશિત થયેલી અવસાન નોંધનો રિપોર્ટ કાઢવામાં આવે તો?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments