Homeગુર્જર નગરીગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા...

ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં એક સાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આ કારણે હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 6 દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે.

માછીમારોને વરસાદને લઈ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આજે પણ રાજ્યના સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 100થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં પાંચ ઈંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. કપરાડા અને ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આજે 10 જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, દીવ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments