Homeગામનાં ચોરેપરિણીતાઓને પટાવી ધંધો કરાવતી અનુપમા આચાર્ય આ રીતે મહિલાઓને ફસાવી લેતી હતી

પરિણીતાઓને પટાવી ધંધો કરાવતી અનુપમા આચાર્ય આ રીતે મહિલાઓને ફસાવી લેતી હતી

Team Chabuk-National Desk: સેક્સ રેકેટમાં પકડાયેલી ભોપાલની યોગાચાર્ય અનુપમા તિવારીની જાળમાં કામ મળવાની આશાએ મહિલાઓ ફસાઈ જતી હતી. અનુપમા તેમના ઘરે જઈ તેમને સમાજ સેવાના કાર્યોમાં જોડાવાની સલાહ આપતી હતી. કોઈ વખત ખૂદને પત્રકાર તો કોઈ વખત ખૂદને શિવસેનાની નેતાથી લઈને ક્યારેક ક્યારેક સમાજસેવી પણ ગણાવતી હતી. તેની ઓળખને લઈ મહિલાઓ તેની સાથે જોડાતી હતી. બાદમાં કોઈને કોઈ બહાને તેને સીહોર બોલાવતી હતી. જ્યાં તેની મજબૂરીનો ફાયદો ઉઠાવીને દેહ વેપાર માટે મજબૂર કરતી હતી. મહિલાના તૈયાર થતાં જ તે તેને સેક્સ રેકેટના વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરાવી દેતી હતી. આ તમામ મહિલાઓ બૈરાગઢની રહેવાસી છે. જેનો ખુલાસો અનુપમાએ પોલીસની સમક્ષ કર્યો છે.

અનુપમાની મોડેસ ઓપરેન્ડી એ હતી કે તે માત્ર અને માત્ર પરિણીત મહિલાઓને જ પોતાના જાળમાં ફસાવતી હતી. એએસપી સીહોર સમીર યાદવે આ અંગે જણાવ્યું કે, અનુપમાનું માનવું હતું કે, મજબૂરી અને બદનામીના ડરથી મહિલા તુરંત માની જતી હતી. એ કારણે જ લાંબા સમયથી તે દેહવેપારમાં લાગી હતી. જોકે તેનું રહસ્ય ખુલી નહોતું રહ્યું. પોલીસના જણાવ્યા અનુસાર અનુપમા લાંબા સમયથી દેહ વેપારના વ્યવસાયને ચલાવી રહી હતી. તેના સંપર્કમાં 15થી વધારે મહિલાઓ હોવાની વાત સામે આવી છે. રવિવારે મોડી રાત્રે દરોડા પડ્યા ત્યારે પોલીસે 4 યુવતી, 3 ગ્રાહક, ડ્રાઈવર, મહિલાના મેનેજર અને સંચાલિકાની ધરપકડ કરી લીધી હતી.

સેક્સ રેકેટ માટે અનુપમા સીહોરની બહારથી મહિલાઓ બોલાવતી હતી. તે સામાજીક કાર્ય કરવાના નામ પર તેમને ઘરમાં રાખતી હતી. એવી મહિલાઓ જે પરિણીત હોય, તેની શોધમાં રહેતી હતી. પતિથી વિવાદને લઈ ચિંતિત હોય, એકલી રહેતી હોય, પતિ બેરોજગાર હોય તેવી મહિલાઓને પોતાની મીઠી મીઠી વાતોથી બાટલીમાં ઉતારી દેતી હતી. તેની સાથે ધીમે ધીમે મિત્રતા કેળવી લેતી હતી.

મહિલાઓ કામ અને પૈસાની લાલચમાં તેની જાળમાં ફસાઈને દેહ વેપારમાં જોડાઈ જતી હતી. એક વખત આ ધંધામાં ઉતર્યા બાદ તેમાંથી નીકળવાનો તેની પાસે રસ્તો નહોતો. પોલીસે આરંભિક કાર્યવાહી બાદ તમામ મહિલાઓ અને આરોપીઓને જામીન પર છોડ્યા હતા. જોકે રાત્રે જ છોડી મૂક્યા હોવાથી પોલીસ હવે મહિલાઓ અંગે વધારે જાણકારી હોવાની વાત પર નનૈયો ભણી રહી છે. પોલીસનું કહેવું છે કે, કોર્ટની માર્ગદર્શિકા અનુસાર તમામને ફક્ત બોન્ડ ભરીને છોડી દેવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments